આજ રોજ રાષ્ટ્રીય એકતા દિવસ ના અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા આયોજિત રન ફોર યુનિટી કાર્યક્રમ માં સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ ના અનુસંધાને નવા બસ સ્ટેશન સામે સરદાર વલ્લભભાઈ પટેલ ના સ્ટેચ્યુ થી ઉમિયા સર્કલ સુધી સવારે ૭:૩૦ વાગ્યે સરદાર સાહેબ ના સ્ટેચ્યુ ને વંદન કરી સમૂહમાં પ્રતિજ્ઞા લઈ સાત વર્ષના મંત્ર પાર્થભાઈ સરડવા તે ( મણિલાલ વી. સરડવા ના પૌત્ર, પુર્વ પ્રમુખ મોરબી જિ.પ્રા. શિ.સંઘ )એ ભાગ લઈ હાજર સર્વે લોકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ તકે ટંકારા – પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા પશ્ચિમ ક્ષેત્ર સંઘ ચાલક જી ડૉ. ભાડેસિયા , કલેકટર મોરબી જે. બી. ઝવેરી , એસ પી રાહુલ ત્રિપાઠી તેમજ મોરબી તાલુકા ભા.જ.પ. પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા સહિત સર્વે એ સાત વર્ષના બાળક ને રાષ્ટ્રીય એકતા દોડમાં ભાગ લેવા બદલ મંત્રને અભિનંદન પાઠવી શાબાશી આપી હતી.