મોરબીમાં માળીયા વનાળીયા ના ઉમિયા નગર ગ્રામ પંચાયત ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી લોક ડાયરા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા પરંપરાગત લોકકલાને જાળવી રાખવા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વિવિધ લોકકલાઓને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આર્થિક સહયોગ પણ આપવામાં આવે છે. ત્યારે મોરબીમાં માળીયા વનાળીયા ના ઉમિયા નગર ગ્રામ પંચાયત ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગ અને દેવકૃપા એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ મોરબીના સંયુક્ત ઉપક્રમે લોક ડાયરો યોજાયો હતો.
આ ડાયરાના સંપૂર્ણ આયોજક તરીકે કૃપાબેન નરેન્દ્રભાઈ વાઘેલાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. લોકસાહિત્યકાર સુધીરભાઈ બારોટ પાટણ, કનુભાઈ બારોટ (ભજનિક ઊંઝા), હરેશ નાયક પાટણ (ભજનિક/કી – બોર્ડ પ્લેયર), જયંતીભાઈ નાયક પાટણ (ભજનિક/તબલા વાદક), જયંતીભાઈ બારોટ અમદાવાદ (ભજનિક), વિધાન બારોટ (તબલા વાદક /મંજીરા વાદક ), મોહનભાઈ નાનજીભાઈ જાદવ (મંજીરા વાદક ), નાનજીભાઈ બારોટ મોરબી ડાયરામાં મહત્ત્વની સેવા આપી હતી.
આ ડાયરાના કાર્યક્રમમાં સરપંચશ્રી ધનીબેન રામજીભાઈ પરમાર, ઉપસરપંચશ્રી અમરબેન હિંમતભાઈ પરમાર, સ્થાનિક અગ્રણી ગોવિંદભાઈ ગેલાભાઈ પરમાર (રીટાયડ પી એસ આઈ), દાનાભાઈ ગેલાભાઇ પરમાર, વશરામભાઇ ગેલાભાઇ પરમાર, મોહનભાઈ નાનજીભાઈ જાદવ, ભીમજીભાઈ દેવજીભાઈ પરમાર, રામજીભાઈ જીવાભાઈ પરમાર, ભવાનભાઈ દેવજીભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.