Wednesday, January 22, 2025

માળિયાં મી. પ્રોહી. ના ગુન્હામાં સંડોવાયેલ બે ઇસમોને છ જિલ્લામાંથી હદપાર કરાયા

Advertisement

માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર પ્રોહીબીશનના ગુન્હામા સંડોવાયેલ બે ઈશમોને માળીયા મીંયાણા પોલીસ દ્વારા હદપાર કરવામાં આવ્યા છે.
માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર દેશીદારૂમા પકડાયેલ ઈશમ ઈસ્મતઅલી અબ્બાસભાઈ મોવર ઉ.વ.૪૨ રહે માળીયા મીં. હરીપર ગોલાઈ પાસે તા.માળીયા મી. તથા અશોકભાઈ ઉર્ફે માઈકલ માવજીભાઈ રાઠોડ ઉ.વ.૩૭ રહે મોટા ભેલા ગામ તા.માળીયા મીં. જિ.મોરબી વિરુધ્ધ માળીયા મીં. પોલીસ સ્ટેશન દ્વારા હદપારી પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ હળવદ એ હદપારી પ્રપોઝલ મંજુર કરતા મજકુર બન્ને ઈશમોને મોરબી જિલ્લા ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, ભુજ, જામનગર જીલ્લાઓમાંથી છ મહીના માટે માળીયા મીંયાણા પોલીસ દ્વારા હદપાર કરવામાં આવ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW