જીલ્લા વિકાસ અધિકારી મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લાની સરકારી શાળામાં ધોરણ ૬ થી ૮માં અભ્યાસ કરતા વિધાર્થીઓની સ્કિલ ડેવલોપમેન્ટ થાય તે માટે જીલ્લા કક્ષાએ એલ. ઈ. કોલેજ મોરબી ખાતે તા: ૧૨-૧૩-૧૪ એમ ત્રી- દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત પ્રથમ દિવસે ડ્રોઈંગ, ચેસ અને વાર્તા-કાવ્ય લેખનમાં રસ ધરાવતા કુલ ૮૮ વિધાર્થીઓએ આ સ્કિલ ડેવલોપમેન્ટ વર્કશોપમાં ભાગ લીધો. જેમાં વિધાર્થીઓને ડ્રોઈંગ, ચેસ અને વાર્તા-કાવ્ય લેખનમાં નિષ્ણાત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.
આ વર્કશોપમાં વિધાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડવા જીલ્લા પંચાયત પ્રમુખ માન. હંસાબેન પારધી, જીલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ તથા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન. એ. મહેતા ઉપસ્થિત રહી વિધાર્થીઓએ પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડેલ. સમગ્ર વર્કશોપનું આયોજન સમગ્ર શિક્ષાના મદદનીશ જીલ્લા કો.ઓ પ્રવિણ ભોરણીયા અને તેમની ટીમે કરેલ હતું.