માળીયામિંયાણાના ખાખરેચી ગામની સીમમાં અમદાવાદ લાકડીયા વિજ લાઈન મામલે લડત ચલાવતા ખેડુતોની વહારે આજદીન સુધી કોઈ ન ડોકાતા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડુતોને સાથે રાખી ખાખરેચી ગામે ખેડુતોની લડતમાં સહભાગી બનવા તા.૨૨ નવેમ્બરના રોજ સવારે ૧૦ કલાકે મોટી સંખ્યામાં ખેડુતોને એકત્રિત થવા આહવાન કરવામાં આવ્યું છે લાકડીયાથી અમદાવાદ જતી ૭૬૫ હેવી વિજ લાઈનમાં પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડુતોને યોગ્ય વળતર ન ચુકવી અન્યાય કરતા હોવાથી ખેડુતો લાંબા સમયથી આંદોલન ચલાવવીને પોતાની હક્કની વાત સ્થાનીક નેતા કલેકટર અને ગાંધીનગર સુધી રજૂઆત કરીને ન્યાયની માંગ સાથે યોગ્ય વળતર ચુકવવા માંગણી કરેલ પરંતુ ખેડુતોને માત્રને માત્ર લોલીપોપ આપી ગેરમાર્ગે દોરીને એકતા વેરવિખેર કરી નાખતા ખેડૂતોનુ સાંભળવા આજે કોઈ તૈયાર નથી જેથી ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠયો છે રાતોરાત જીઆર બદલી નાખી ખેડુતોને ટાઢાબોર કરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર હિરો બનનાર આજે ફિલ્મમાં ક્યાંય દેખાતા નથી જેનો રોલ વિલન જેવો સાબિત થયો હોય તેવી ચર્ચાએ ભારે જોર પકડ્યું છે ત્રણ ત્રણ વખત જીઆર બદલીને રાજ રમત રમતા કયા એવા મોટા મગરમચ્છો ખેડુતોના ખેતરમાં રમણ ભમણ કરીને એસી ઓફીસોમાં સમગ્ર તમાશો જોઈ રહ્યા છે જમીન ખેડુતની મહેનત ખેડુતોની તો ખેડૂતોની જમીન ઉપર ઓર્ડર બીજા કેમ કરે ? ખેડુતોને યોગ્ય વળતર નથી મળ્યું!તો કામ ચાલુ કરવા કલેકટર અને એસપી ઓર્ડર કેવી રીતે કરી શકે? તેવી ચર્ચાએ ભારે જોર પકડ્યું તાજેતરમાં જ એક પોલીસ અધિકારી દ્વારા ખેડુતોને ધમકાવતો વીડિયો વાયરલ થયો હતો જેમાં કામ રોકાવી જોવો ખબર પડે કલેકટર અને એસપીનો ઓર્ડર છે તેવો સ્થાનીક સદસ્ય વચ્ચે રકઝકનો વીડિયો ખુબ વાયરલ થયો હતો અત્રે ઉલ્લેખનીય છેકે પાવર ગ્રીડ કંપનીના ફાટીને કર્મચારીઓ કોઈને દાદ નથી આપતા કેમ કે પોલીસનુ પ્રોટેક્શન મળી જતા આ લોકોને ૭૬૫ કેવીનો પાવર તેવોના દિલોદિમાગમાં ઉતરી ગયો હોય તેમ ખેડુતોની જમીન ઉપર દાદાગીરી ઉપર ઉતરી આવીને પોલીસને હાથો બનાવીને જબરદસ્તી કામગીરી ચાલુ કરી દેવામાં આવેલ છે જેથી આગામી તા.૨૨મી નવેમ્બરના રોજ લડતના મંડાણ થવા જઈ રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોને ઉમટી પડવા હાકલ કરવામાં આવી છે