Thursday, January 23, 2025

PGVCL દ્વારા મોરબીના યજમાનપદ હેઠળ આંતર વર્તુળ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન

Advertisement

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ, વર્તુળ કચેરી, મોરબીના યજમાનપદ હેઠળ આંતર વર્તુળ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન તા: ૩૦/૧૧/૨૦૨૪ થી તા: ૦૨/૧૨/૨૦૨૪ દરમ્યાન સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમ, નાની વાવડી મોરબી ખાતે કરવામાં આવેલ છે.

આ ટુર્નામેન્ટમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ની કુલ ૦૮ વર્તુળ કચેરીઓની ટીમ ભાગ લેનાર છે. આ ટુર્નામેન્ટ નોક આઉટ પદ્ધતિ થી નિર્ણય કરવામાં આવશે. તેમજ રનીંગ કોમેન્ટ્રીની પણ વ્યવરથા કરવામાં આવેલ છે.

આ ટુર્નામેન્ટ નું ઉદ્ઘાટન તા: ૩૦/૧૧/૨૦૨૪ ના રોજ સવારે ૭:૩૦ વાગ્યે, સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમ, નાની વાવડી ,મોરબી ખાતે કરવામાં આવશે. સદર ટુર્નામેન્ટમાં ખેલાડીઓનું પ્રોત્સાહન વધારવા અને કાર્યક્રમને દિપાવવા પીજીવીસીએલ નિગમિત કચેરી, રાજકોટ, ખાતેના માન. મેનેજીંગ ડિરેક્ટર શ્રીમતી પ્રીતિ શર્મા તેમજ નિગમિત કચેરી રાજકોટ અને મોરબી જિલ્લા વહીવટી તંત્ર ના અધિકારીશ્રીઓ પધારવાના છે.

તા: ૩૦/૧૧/૨૦૨૪ ના રોજ કુલ ત્રણ મેચ જેમાં પ્રથમ મેચ અમરેલી વર્તુળ કચેરી અને જુનાગઢ વર્તુળ કચેરી વચ્ચે દ્વિતીય મેચ અંજાર વર્તુળ કચેરી અને ભાવનગર વર્તુળ કચેરી વચ્ચે અને ત્રીજી મેચ પોરબંદર વર્તુળ કચેરી અને મોરબી વર્તુળ કચેરી નુ આયોજન કરવામાં આવેલ છે.

આથી, ક્રિકેટ પ્રેમી જનતાને અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સદર ટુર્નામેન્ટમાં પધારી ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ભાવભર્યું આમંત્રણ મોરબી વર્તુળ કચેરી વતી ડી.આર.ઘાડિયા, અધિક્ષક ઇજનેર, કુ, કે.સી.ડામોર, સહાયક સચિવ અને વર્તુળ કચેરી, મોરબીની વ્યવસ્થાપક સમિતિ દ્વારા પાઠવવામાં આવે ७.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW