Tuesday, January 7, 2025

PGVCL દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ માં આવતી કાલે મોરબી અને અમરેલી ની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાશે

Advertisement

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ, વર્તુળ કચેરી, મોરબીના યજમાનપદ હેઠળ આંતર વર્તુળ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજનતા: ૩૦/૧૧/૨૦૨૪ થી તા: ૦૨/૧૨/૨૦૨૪ દરમ્યાન સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમ, નાની વાવડી મોરબીખાતે કરવામાં આવેલ છે.

ટુર્નામેન્ટ ના પ્રથમ દિવસે તા: ૩૦/૧૧/૨૦૨૪ ના રોજ કુલ ત્રણ મેચ યોજવામાં આવેલ. જેમાં અમરેલી વર્તુળ કચેરી, મોરબી વર્તુળકચેરી અને અંજાર વર્તુળકચેરી વિજેતા બનેલ.

ટુર્નામેન્ટ ના બીજા દિવસે તાઃ ૦૧/૧૨/૨૦૨૪ ના રોજ ત્રણ મેચ યોજવામાં આવેલ. જેમાં પ્રથમમેચ રાજકોટ સીટી વર્તુળ કચેરી અને ભુજ વર્તુળ કચેરી વચ્ચે, દ્વિતીય મેચ અમરેલી વર્તુળ કચેરી અને અંજાર વર્તુળ કચેરી વચ્ચે અને ત્રીજી મેચ મોરબી વર્તુળ કચેરી અને ભુજ વર્તુળ કચેરી વચ્ચે યોજવામાં આવેલ.

જે અંતર્ગત માં ભુજ વર્તુળ કચેરી ૨૧ રન થી , અમરેલી વર્તુળ કચેરી ૯ વિકેટ થી અને મોરબી વર્તુળ કચેરી ૭૫ રન થી વિજેતા જાહેર થયેલ છે.

ત્રણ મેચમાં શ્રીમતી ખુશાલી ગોર, શ્રીમતી ટી.એચ.વિંઝુડા અને શ્રીમતી નેહલબેન જોશી ને બેસ્ટ પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર ગામીત સાહેબ નિગમિત કચેરી નાં અધિકારી તેમજ અધિક્ષક ઈજનેર મોરબી નાં વરદ હસ્તે આપી ખેલાડીઓની પ્રતિભાને પ્રોત્સાહિત કરવામાં આવેલ. તેમજ રનર્સઅપ ટીમો નું સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવેલ .

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ની બે ફાયનાલીસ્ટ ટીમ અમરેલી વર્તુળકચેરી અને મોરબી વર્તુળ કચેરી પોતાની વિજેતા તરીકેની દાવેદારી માટે તા:૦૨/૧૨/૨૦૨૪ ના રોજ મેચ યોજવામાં આવશે. વિજેતા ટીમે અને રનર્સપ ટીમની પ્રતિભા ને ઉજાગર કરવા અને તેઓનું પ્રોત્સાહન વધારવા તા: ૦૨/૧૨/૨૦૨૪ ના રોજ મોરબી જીલ્લા ના કલેકટર કે.બી. ઝવેરી અને પીજીવીસીએલ નાં મેનેજીંગ ડીરેક્ટર શ્રીમતી પ્રીતિ શર્મા મેડમ પધારવાના હોય તેઓના વરદ હસ્તે ટ્રોફી અને મેડલ આપીને ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે.

આ ટુર્નામેન્ટનો બીજો દિવસ ખેલાડીના ઉત્સાહ અને ખેલદિલી ભાવના સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયેલ

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW