Thursday, January 23, 2025

મોરબીની વાવડી ચોકડી નજીક થયેલ સેલ્સમેન ની હત્યાનો ભેદ ઉકેલાયો

Advertisement

મોરબીની વાવડી ચોકડી નજીક થયેલ હત્યાનો ભેદ ઉકેલી આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી વાવડી ચોકડી પંચાસર જવાના રસ્તે એક છોટા હાથી ગાડીના કાચ તુટેલ હોય અને નજીકમાથી રાજેશભાઇ કાંતિલાલ જોષી રહે.પોરબંદર વાળાની બોથડ પદાર્થ ના ઘા મારી ઇજા કરી કોઇ અજાણ્યા શખ્સે મારતા મરણ ગયેલ હોય જેથી ફરીયાદીની ફરીયાદ લઇ રાજકોટ પી.ડી.યુ મેડીકલ કોલેજ ખાતે ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવવામા આવેલ હતુ જેમા પ્રાથમિક દ્રષ્ટીએ મરણજનાર નુ મોત હેડઇન્જરી તથા ગળાટુંપો આપવાથી થયેલનુ જાણવા મળેલ આ બાબતે મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે મા અજાણ્યા ઇસમ વિરુધ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવેલ હતો.
તપાસ દરમ્યાન બનાવસ્થળ ની આસપાસના સી.સી.ટી.વી. કેમેરા તથા ટેકનીકલ તેમજ હયુમન સોર્સીસ આધારે સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે મર્ડર કરનાર ઇસમ મોરબી વાવડી ચોકડીથી આગળ ઓવરબ્રિજ પાસે છે. જેથી ઇસમને નવલખી ફાટક ઓવરબ્રિજ નીચેથી પકડી પાડી પુછપરછ કરતા તેને યુવકનું નુ પથ્થર વડે મારમારી મર્ડર કરેલ હોવાની કબુલાત આપતા આરોપી યશપાલસિહ ભગીરથસિંહ જાડેજા ઉ.વ.૩૨ રહે. મોરબી નવલખીરોડ શ્રધ્ધાપાર્ક મુળરહે.ખાખરડા તા. કલ્યાણપુર જી. દેવભુમીદ્રારકા વાળાની અટક કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ કલમ. ૧૦૩(૧),જી.પી.એકટ. ૧૩૫ મુજબ ગુન્હો ડીટેકટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW