Thursday, January 23, 2025

મોરબી તાલુકાના ખોખરા હનુમાન મંદીર નજીક થયેલ લુંટનો ભેદ ઉકેલતી એલસીબી પોલીસ

Advertisement

મોરબી તાલુકાના ખોખરા હનુમાન મંદીર પાસે આવેલ મોનોલીથ કારખાનામાં મજુરી કામ કરતા અમન અંબારામભાઇ કુશવા કારખાનામાં પોતાનું મજુરી કામ પતાવી કારખાનાની બહાર ખરીદી કરવા જતા હતા ત્યારે રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યાના અરસામાં બે મોટર સાયકલ ઉપર ચાર માણસો આવી ફરીયાદીને ગળે છરી અડાડી તારી પાસે જે હોય તે આપી દે તેવી ધમકી આપી ફરીયાદી પાસેનો ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૨૫૦૦/- મળી કુલ રૂપીયા ૧૨,૫૦૦/- ના મુદામાલની લુંટ કરી નાસી જતા મોરબી તાલુકા પોસ્ટેમાં એ પાર્ટ ગુ.ર.નં.૨૩૯૩/૨૦૨૪ બી.એન.એસ.ની કલમ ૩૦૯(૪) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ મોરબી પોલીસે ગુન્હો નોંધી તપાસ કરી રહ્યો હોય તે દરમિયાન હ્યુમન સોર્શ, ટેકનીકલ માધ્યમ, તથા ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, ઉપરોકત ગુનાને અંજામ આપનાર આરોપીઓ હાલે માળીયા(મિં) ગામ તરફ જતા રસ્તે રેલ્વે ફાટક પાસે આવેલ બેઠા પુલ તરફ જવાના રસ્તે બેઠેલ છે તેવી ચોક્કસ અને હકિકત મળેલ હોય જે હકકીત આધારે આ જગ્યાએ તપાસ કરતા સદરહુ જગ્યાએથી હકીકત મુજબના વર્ણનવાળા ત્રણ આરોપીઓ મળી આવતા જેની ગુના સબંધી પુછપરછ કરતા પોતે આ ગુનો અન્ય એક સાગરીત સાથે મળી આચરેલાની કબુલાત આપતા મજકુર ઇસમ પાસેથી આ ગુનાના મુદામાલ પૈકીના રોકડા રૂપીયા-૨૫૦૦/- તથા લુંટમાં ગયેલ મોબાઇલ ફોન નંગ-૧ મળી આવતા કબજે કરી મજકુર ત્રણેય આરોપીઓને આ ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

– પકડાયેલ આરોપીનું નામ સરનામુ:-

(૧) અસગર સન/ઓફ રમજાનભાઈ માયાભાઇ મોવર રહે.કાજરડા તા.માળીયા(મિં) જી.મોરબી

(૨) સમીર સન/ઓફ સુભાનભાઇ હુશેનભાઇ મોવર રહે.માળીયા (મિં) વાડા વિસ્તાર તા.માળીયા (મિં) જી.મોરબી

(૩) હનીફભાઇ સન/ઓફ અબ્બાસભાઇ કરીમભાઇ ભટ્ટી રહે.કાજરડા તા.માળીયા (મિં) જી.મોરબી

> પકડવાના બાકી આરોપીઓના નામ સરનામા :-

(૧) અવેશભાઇ સુભાનભાઇ મોવર રહે. માળીયા ઇદ મસ્જીદ નજીક તા.માળીયા(મિં) જી. મોરબી

> ગુન્હાની મોડસઓપરેન્ડી-

આ કામે પકડાયેલ ત્રણેય તથા પકડવાના બાકી એમ ચારેય આરોપીઓ છેલ્લા ઘણા સમયથી રાત્રીના સમયે મો.સા. સાથે નિકળી મોરબીના અલગ-અલગ જી.આઇ.ડી.સી. વિસ્તારના એકલ દોકલ મજુરોને રોકી છરીઓ બતાવી ધાક ધમકીઓ આપી મોબાઇલ ફોન તથા રોકડ રકમ પડાવી લુંટ કરવાની ટેવ વાળા છે અને જો કોઇ મજુર તેઓનુ પ્રતિકાર કરે તો તેઓ ઉપર જીવલેણ હુમલો કરી ખુન જેવા ગંભીર ગુનાને અંજામ પણ આપી શકે છે.

પોલીસનો પ્રજાજોગ સંદેશ :-

આથી મોરબીના તમામ પ્રજાજનો,વેપારીઓ તથા મજુર વર્ગને સંદેશ આપવામાં આવે છે કે મોડી રાત્રીના સમ્ય દરમિયાન કાચા રસ્તે તેમજ અવાવરૂ જગ્યાઓએ જતી વખતે પોતાની તથા પોતાની પાસેની કિમંતી ચીજવસ્તુઓ રોકડ રકમ તથા મોબાઇલ ફોનની સાવચેતી રાખવી તેમજ અજાણ્યા વ્યક્તીઓથી સાવધાન રહેવુ..

કબ્જે કરેલ મુદામાલ :-

(૧) રોકડા રૂપીયા ૨૫૦૦/-

(૨) છરીઓ નંગ-૨ કિ.રૂ.00/00

(૩) મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ. ૩૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ,૩૨,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW