મોરબી એ ડિવિજન પોલીસ ને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી ત્રિકોણબાગ માથી તેમજ તખ્તસિંહજી રોડ ઉપર થી ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે એક શખ્સ મોરબી નવલખીરોડ ફાટક પાસે થી મળી આવતા મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ મોટરસાયકલ મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે વિસ્તારમાથી ચોરી થયેલ હોય આ શખ્સ ની સઘન પુછપરછ કરતા તેને આ સિવાય અન્ય પાંચ મોટરસાયકલ ચોરી કરેલ હોય અને તેને મોરબી નવલખી રોડ ઉપર બાવળની ઝાડીમા વેચવા માટે રાખી દીધેલ હોય જેથી તે જગ્યા એ પોલીસે તપાસ કરતા મોટરસાયકલો મળી આવતા મોરબી સીટી એ ડીવી.પોસ્ટે છ મો.સા નો ગુન્હો ડીટેકટ કરવામા આવેલ છે
પકડાયેલ આરોપી –
(૧) વિમલભાઇ રમણીકગીરી મેઘનાથી / ઉ.વ.૩૦ ધંધો.પ્રા.નોકરી રહે.મોરબી સામાકાંઠે એસ્સાર પંપની પાછળ નિલકંઠ સોસાયટી મુળરહે.નાની વાવડી તા.ધોરાજી જી.રાજકોટ