Thursday, January 23, 2025

મોરબી તાલુકા પોલીસનો સપાટો સીરામીક માટીની બોરીની આડમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો ૧૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Advertisement

મોરબી માટીની આડમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરતુ રાજસ્થાન પાસિંગનુ ટ્રેલર ઝડપાયું

મોરબી તાલુકા પોલીસ ને મળેલ બાતમી મળેલ ના આધારે, એક ટ્રેલર નં. Rj-03- GA-7734 નો ચાલક પોતાના કબ્જાવાળા ટ્રેલરમાં માટી ની બોરી ની આડ માં ઇંગ્લીશદારૂ નો જથ્થો રાખી મોરબી તાલુકાના ઘૂંટ તરફ થી મોરબી બાજુ આવનાર છે તેથી હકીકત આધારે જુના ઘુંટુ રોડ સીમ્પોલો સીરામીક ના કવાર્ટર પાસે પોલીસ વોચ તપાસમાં ગોઠવાયેલ તે દરમ્યાન હકીકતવાળી ટ્રક/ટ્રેઇલર રજી.નં.RJ-03-GA-7734 વાળી નીકળતા જેને ઉભુ રાખવા ટ્રેઇલર ઉભુ રખાવી ટ્રક/ટ્રેઇલરના જોતા માટી ની બોરીઓ ભરેલ હોય જે બોરીઓ ની હટાવી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની ફૂલ અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ મી.લી. ની ઇંગ્લીશ દારૂ ની કાચ કંપની શીલપેક બોટલો નંગ-૩૩૬ કીરૂ ૩,૧૭,૭૧૨/- તથા બીયર ટીન નંગ-૭૨ કિં.રૂ.૭૨૦૦/-તથા ટ્રેઇલર રજી.નં. RJ-03-GA-7734 કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧૩,૨૪,૯૧૨/- નો મુદ્દામાલ કબ્જે કરી મજકૂર ચાલક ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સપેકટર એસ.એસ. સગારકા ચલાવી રહેલ છે

આરોપી :-

1. નિયાઝ ઘીસાજી કાઠાત ઉવ-૨૩ રહે.મીયાપુરીયા મોતીજી કી ઢાણી પોસ્ટ-ચાંગ જી.પાલી ( રાજસ્થાન )

– કબ્જે કરેલ મુદ્દામાલ :- અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ મી.લી. ની ઇંગ્લીશ દારૂ ની કાચ કંપની શીલપેક બોટલો નંગ- ૩૩૬ કીરૂ ૩,૧૭,૭૧૨/- તથા બીયર ટીન નંગ-૭૨ કિં.રૂ.૭૨૦૦/- તથા ટ્રેઇલર રજી.નં. RJ-03-GA-7734 કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી ફૂલ રૂ.૧૩,૨૪,૯૧૨/-

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW