તમાકુ અંગે જન જાગૃતિ અંતર્ગત સ્પર્ધા
ડીસ્ટ્રીક Tobacco Control-Morbi ના સહયોગ થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપર ના મેડીકલ ઓફિસર ડો. ફાતીમા અમીન અને સુપરવાઈઝર પ્રફુલભાઈ એલ. રાઠોડ ની ટીમ દ્વારા
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપર ના ગામ પિપળી ખાતે તમાકુ અંતર્ગત જન જાગૃતિ લાવવા માટે વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેના અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપર ના વિસ્તાર ના લોકો માં તમાંકુ થી થતા રોગો જેવા કે ‘કેન્સર’ ફેફ્સા ના રોગો ‘સ્ટોર્ક’ ‘ COPD’ વગેરે જેવાં ગંભીર રોગો બાબતે જાગૃતતા ફેલાવવા માટે પિપળી પ્રાથમિક શાળા માં વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પિપળી પ્રાથમિક શાળાના આચાર્ય બાલાસરા તેમજ શિક્ષકો અને ટીમ રંગપર ના CHO સુનિલભાઈ લઢેર MPHW FHW એ ખુબજ જહેમત ઉઠાવેલ