Thursday, January 23, 2025

ડેલી એ દવાખાનું ચલાવતો વધુ એક ઝોલાછાપ ડોકટર ને માળિયા મી. પોલીસે ઝડપી લીધો

Advertisement

(અહેવાલ: મયંક દેવમુરારી)

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ શિયાળા ની ભરપૂર નિંદ્રામાં!

મોરબી જિલ્લા પોલીસે ચાર જ દિવસ માં ૧૦ જેટલા બોગસ ડોકટરો ને ઝડપી આરોગ્ય વિભાગ નું નાક કાપ્યું!

મોરબી જિલ્લામાં ડિગ્રી વગર દવાખાનું ચલાવનારા ચેતી જજો પોલીસે ૧૦ બોગસ ડોકટરોને ઝડપી લીધા

મોરબી જિલ્લામાં બોગસ ડોકટરોનો રાફડો ફાટયો ૧૦ મુન્નાભાઈ MBBS ઝડપાયા જિલ્લામાં ઝોલા છાપ ૧૦ ડોક્ટરોને પોલીસે દબોચ્ચા હજુ કેટલા છે ? મોરબી પોલીસ બોગસ ડોકટરોની શોધમાં ?

માળિયા મી. પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ તે દરમ્યાન પો.હેડ કોન્સ. સમરથસિંહ ઝાલાને ખાનગી રાહે હકીકત મળેલ કે કુંતાસી ગામમા દર્દીઓને કોઇ પણ જાતની ડીગ્રી વગર મેડીકલ પ્રેક્ટીસ કરી એલોપેથી દવા આપી માનવ જીંદગી સાથે ચેડા કરતો હોય તેવી બાતમી મળતા માળીયા મીયાણા સી.એચ.સી સેન્ટરના મેડીકલ ઓફીસરને સાથે રાખી પોલીસે હકીકત વાળી જગ્યાએ રેડ કરતા એક શખ્સ પોતાના મકાનની ડેલીમા કોઇ પણ જાતની ડીગ્રી વગર દવાખાનુ ચલાવી અલગ અલગ એલોપેથી દવાઓ રાખી કુલ મુદ્દામાલ કિ.રૂ.કિ.રૂ.૧૮૬૭/- સાથે મળી આવતા મજકુર આરોપી વિરૂધ્ધ બી.એન.એસ.કલમ-૧૨૫ તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ કલમ-૩૦,૩૩ મુજબ ગુન્હો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(૧) પકડાયેલ આરોપી

ભરતભાઇ બીહારીદાસ રામાનુજ ઉ.વ.૪૩ રહે-કુંતાસી, તા.માળીયા મી. જી.મોરબી

જીલ્લાના અલગ અલગ પો.સ્ટે. માં પકડાયેલ બોગસ ડોક્ટર

• આરોપીઓના નામ સરનામા-

૨) સંદિપભાઇ મનુભાઇ પટેલ રહે. રુકમણી સોસાયટી, સરા રોડ, હળવદ (દવાખાનું લીલાપર ગામ ખાતે)

૩) વાસુદેવભાઇ કાંતીભાઇ પટેલ રહે.સુંદરભવાની તા.હળવદ મુળ રહે. બેચરાજી જી.મહેસાણા (દવાખાનું સુંદરીભવાની ખાતે)

૪) પરીમલભાઇ ધિરેનભાઇ બાલા રહે.રણમલપુર તા.હળવદ મુળ રહે. અશોકનગર તા.બિલાસપુર જી.રામપુર (યુ.પી.) (દવાખાનું રણમલપુર ગામ ખાતે)

૫) પંચાનન ખુદીરામ ઘરામી રહે. રાયસંગપુર ગામ, તા.હળવદ મુળ રહે. ગુપ્તા કોલોની તા.જી.પીલીભીતી (યુ.પી.) (દવાખાનું રાયસંગપુર ગામ ખાતે)

૬) અનુજ ખુદીરામ ઘરામી રહે. ઢવાણા તા.હળવદ મુળ રહે. ગુપ્તા કોલોની, તા.જી.પીલીભીતી (યુ.પી.) (દવાખાનું ઢવાણા ગામ ખાતે)

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મોરબીના પંચાસર રોડ ઉપર દોશી હાઈસ્કૂલની બાજુ મહાવીર નગરમાં રહેતો બોગસ ડોક્ટર

૭)અશ્વિનભાઈ વેલજીભાઈ નકુમ ઉંમર વર્ષ 35

મોરબી બી. ડિવી.પોલીસે
૮) પ્રણવ કુમાર અશોકભાઈ ફળદુ જાતે પટેલ રહે મોરબી જન કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ની પાસે પીજીમાં

મોરબી તાલુકા પોલીસે ૮
૯)હિતેશભાઈ કાનજીભાઈ કારાવડીયા જાતે પટેલ રહે ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ તેના રોડ મોરબી

ટંકારા પોલીસે
૧૦) જય કિશનભાઇ કાંતિભાઈ ભીમાણી જાતે પટેલ મૂળ ગામ જબલપુર રહે ટંકારા

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW