Sunday, January 5, 2025

મોરબીમાં જરૂરિયાતમંદ બાળકો સાથે જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો.દેવેન રબારી

Advertisement

મોરબી : જન્મદિવસ હોય કે કોઈપણ ઉત્સવોને નવીન પરંપરા એટલે કે બીજાને ખુશી આપીને એના ચહેરા પર છવાયેલી ખુશીની પોતે અનુભૂતિ કરવી એજ યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા રહી છે. ત્યારે આજે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીનો આજે જન્મદિવસ હોય આ જન્મદિવસની નવીન પરંપરા મુજબ એટલે આપવાના આનંદ હેઠળ પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આર્થિક રીતે પછાત સ્કૂલના બાળકો અને ઝૂંપટપટ્ટીના બાળકોને ભરપેટ સ્વાદિષ્ટ ભોજન કરાવી સરસ મજાનું મનોરંજક ફિલ્મ દેખાડ્યું હતું.

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક ડો.દેવેનભાઈ રબારીતથા તેમના ભાણેજ મયુર નો આજે જન્મ દિવસ છે. આથી તેઓએ યંગ ઇન્ડિયા ગ્રુપની જન્મદિવસની અનોખી ઉજવણી કરવાની પ્રેરણાદાયી પરંપરા મુજબ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. જેમાં તેઓએ સરકારી સ્કૂલના આર્થિક રીતે પછાત વર્ગના 200 જેટલા બાળકોને ભરપેટ ભોજન કરાવી મનોરંજનની સાથે સારો મેસેજ આપતું ફિલ્મ દેખાડ્યું હતું. તે ઉપરાંત ઝૂંપટપટ્ટીના 500 બાળકો સ્વાદિષ્ટ ભોજન કરાવી તેઓએ જન્મદિવસની ઉજવણી કરી હતી. આ અંગે તેઓએ કહ્યું હતું કે,યંગ ઇન્ડિયા ગ્રુપની સ્થાપના દેશના લોકોને આદર્શ નાગરિક બનવવા માટે પ્રેરણા પુરી પડવાના હેતુથી થઈ હતી. યંગ ઇન્ડિયા ગ્રુપ શહીદ ભગતસિંહના ક્રાંતિકારી વિચારોને વરેલું ગ્રુપ છે. જન્મદિવસ કે વર્ષ દરમિયાન આવતા તમામ ઉત્સવો-પ્રસંગોની એકદમ નવીન પરંપરાથી ઉજવણી કરવામાં આવે છે. જેમાં ખુશીથી વંચિત લોકોને ઉત્સવોની ઉજવણીની ખુશી આપીને એમના ચહેરા પર જે ખુશી છવાઈ હોય તેની ખુશી આપણે અનુભૂતિ કરવી એ જ યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા રહી છે. યંગ ઇન્ડિયા ગ્રુપે વર્ષોથી જન્મદિવસ અને ઉત્સવોની અનોખી ઉજવણી કરી સમાજમાં એવો બદલાવ લાવ્યો કે આજે ઘણા લોકોએ યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરાને અપનાવી લીધી છે. એ વાતની અમારા ગ્રૂપને બેહદ ખુશી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW