Sunday, January 5, 2025

લેપ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા ૭૯ વર્ષના દર્દીનું ડાબી કિડનીમાં 5 સેંટીમીટર ની પથરી તથા જમણી કિડની કાઢવાનું સફળતા પૂર્વક ઓપરેશન આયુષ હોસ્પિટલમાં કરાયું

Advertisement

મોરબી જિલ્લા ના વાંકાનેર તાલુકાનાં મીઠીબેન રૂપાભાઇ સરવૈયા ઉમ્ર ૭૯ વર્ષ , જેમને ગંભીર ચેપ (ઇન્ફેકશન) લગતા સારવાર માટે તેઓ આયુષ હોસ્પિટલ ખાતે ડૉ કેયૂર પટેલ સ યુરો સર્જન ને બાતવા માટે આવેલ તો રેડિયોલોજિકલ રિપોર્ટ કરતાં જાણવા મળ્યું કે તેઓ ને ડાબી કિડની માં ૫ સેન્ટિમીટર ની પથરી છે. ત્યાર બાદ આગળ વધુ રિપોર્ટ કરાવતા DTPA સ્કૅન દ્વારા કનફોર્મ કરાયું કે તેમની જમણી કિડની પણ ખરાબ થય ગઈ છે અને કામ કરતી બંધ થઈ ગઈ છે. અને દર્દીને પેહલા થિ જ બીપી ની તકલીફ હતી. સૌ પ્રથમ દર્દીને ICU માં દાખલ કરી ને જે ખુબજ વધારે ચેપ લાગી ગયેલ હતો તેને સ્ટેન્ટ મૂકી ક્લિયર કરાયું ત્યાર બાદ ડાબી કિડની માં જે ૫ સેન્ટિમીટરની પથરી હતી તેનું દૂરબીન (એન્ડોસ્કોપી) દ્વારા ઓપરેશન કરાયું જેને PCNL કેહવાય છે. નોરમલી ૫ સેન્ટિમીટર જેવી મોટી પથારીમાં કાપો મૂકીને ઓપરેશન કરવું પડતું હોય છે પરંતુ ડૉ. કેયૂર પટેલ દ્વારાં દૂરબીન વડે એક જ વારમાં પથરી કાઢી લેવાય અને સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડયું.
ત્યાર પછી ૩ અઠવાડીયા બાદ ફરી વાર દર્દી ને દાખલ કરી ને દૂરબીન દ્વારા જમણી કિડની કાઢી નાખવા નું ઓપરેશન કરાયું જેને લેપ્રોસ્કોપિક નેફ્રેક્ટોમિ કેહવાય છે. જમણી બાજુની કિડની કામ કરતી બંધ થઇ ગઈ હતી તેનું કારણ એ હતું કે છેલ્લાં બે વર્ષ થી ૨.૫ સેન્ટિમીટરની પથરી કિડનીની નળીમાં ફસાયેલ હતી અને દર્દી એ સમયસર સારવાર ન લેતાં કિડની માં ગંભીર ચેપ લાગી ગયો હતો (pyonephrosis). અત્યારે બેન્ને ઓપરેશન બાદ દર્દી એકદમ સ્વસ્થ છે અને હોસ્પિટલ માથી રજા આપી દેવાય છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW