મોરબી માળીયાના ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતિયાએ મકરસંક્રાંતિના પાવન પર્વ પર મોટા રામપર ગામે આવેલા નારીચાણીયા હનુમાનજી મહારાજના દર્શન કરવા પહોચ્યા
નારીચાણીયા હનુમાનજી મંદીરના મહંત ભરતદાસ કુબાવત બાપુએ ધારાસભ્યશ્રીનુ સાલ ઓઢાડીને સન્માનિત કર્યા
મોરબી માળીયાના ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતિયા મકરસંક્રાંતિના પાવનકારી પર્વ નિમિતે મોટા રામપર ખાતે આવેલા નારીચાણીયા હનુમાનજી મહારાજના મંદિરે દર્શન માટે પહોચ્યા હતા જ્યા ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતિયાએ નારીચાણીયા હનુમાનજી મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી આર્શિવાદ લીધા હતા ત્યારબાદ નારીચાણીયા હનુમાન મંદિર જગ્યાના મહંતશ્રી ભરતદાસ કુબાવત બાપુ દ્વારા ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતિયાનુ સાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા