Saturday, January 11, 2025

મોરબી: રાજપર ગામ ખાતે પોષણથી રોશન ગુજરાત…!!સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા પોષણ ઉત્સવ ઉજવાયો

Advertisement

(અહેવાલ: મયંક દેવમુરારી)

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો,કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ સુપોષિત બને તે માટે તેઓના રોજિંદા આહારમાં પૌષ્ટિક ખાધ્યોનો ઉપયોગ થાય અને ટેક હોમ રાશન(માતૃશક્તિ,બાલ શક્તિ,અને પૂર્ણા શક્તિ),મિલેટ(શ્રી અન્ન)તેમજ સરગવા જેવા પૌષ્ટિક ખાધ્યો મદદથી પૌષ્ટિક વાનગી/ખોરાકની રોજીંદા જીવનમાં ઉપયોગ કરે તેવા શુભ આશયથી સમગ્ર રાજ્યમાં ટેક હોમ રાશન, મિલેટ(શ્રી અન્ન)અને સરગવા માંથી બનતી પોષણયુક્ત વાનગીઓ અંગેની જુદા-જુદા સ્તર પર પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું(“પોષણ ઉત્સવ”) આયોજન કરવા જણાવેલ. જે અંતર્ગત તા.૦૯/૦૧/૨૦૨૫ના રોજ મોરબી ઘટક-૧ના રાજપર સેજા કક્ષાના પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયેલ જેમાં આંગણવાડી કેન્દ્રના કાર્યકર બહેનો દ્વારા મિલેટસ અને THR વિવિધ પ્રકારની વાનગી બનાવેલ. આ કાર્યક્રમમાં શકત સનાળા ગ્રામ પંચાયતના સરપંચ સોનલબેન, ઉપસરપંચ ઘર્મેન્દ્રસિંહ ઝાલા, કુમાર શાળાના આચાર્ય હર્ષદભાઇ, મુખ્ય સેવિકા જાહનવીબા ઝાલા તથા ઘટકના બ્લોક કો-ઓર્ડીનેટર જીતેન્દ્ર વાઘેલા અને વિસ્તારના લાભાર્થીઓ આ “પોષણ ઉત્સવ” કાર્યક્રમમાં હાજર રહેલ

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW