(અહેવાલ: મયંક દેવમુરારી)
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા સાઈબર ક્રાઇમથી બચવા ઝુંબેશ ચલાવીને લોકોને સાઈબર એટેકથી બચવા અંગેની માહિતી આપીને માહીતગાર કરી સાઈબર ક્રાઇમથી સાવધાન રહેવા પતંગ આપીને સજાગ રહેવા જન જાગૃતિ સંદેશ પાઠવી સમજ આપી હતી હાલ સોશિયલ મીડિયાના જમાનામાં સાયબર ક્રાઇમ જેવા વધતા બનાવોને ગુન્હા અટકાવવા લોકોમાં જાગૃતિ આવે તે માટે મોરબી સિટી બી ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે એસપી રાહુલ ત્રિપાઠીની સુચનાથી સાયબર ક્રાઇમ અંગેની જાણકારી આપવા બી.ડીવીઝન પીઆઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા લોકોને પતંગ આપીને સાઈબર ક્રાઇમથી બચવા જાગૃત થાય તે હેતુથી આવનાર મકરસંક્રાતિના તહેવાર લઈને પતંગોની વહેચણી કરી જન જાગૃતિ સંદેશ ફેલાવવા મોરબી પોલીસ દ્વારા એક પ્રયાસ કરવામાં આવ્યો હતો