મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી ની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા ના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ અત્રેના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો.કોન્સ સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ ને મળેલ ખાનગી હકીકતના આધારે મોરબી-૨ ત્રાજપર ખારી સરકારી સ્કુલની સામે ગ્રાઉન્ડમાં રેઇડ કરી કુલ-૪ આરોપીઓને ગજીપાનાના પતા નંગ-પર તથા રોકડા રૂ.૧૨,૫૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા ૧૨ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ
1. સુનિલભાઇ દેવસીભાઇ સુરેલા/ ઉ.વ.૨૮ રહે, ત્રાજપર ખારી પંચની માતાની પાછળ મોરબી-૨
2. કરણભાઇ નથુભાઇ સાલાણી/ ઉ.વ.૨૨ રહે, વાણીયા સોસાયટી શોભેશ્વર રોડ મોરબી-૨
3. સુનીલભાઇ ગોરધનભાઈ સુરેલા/ ઉ.વ.૨૧ રહે.રામદેવપીરના મંદિર પાસે ત્રાજપર ખારી મોરબી-ર
4. અજયભાઇ નથુભાઇ સાલાણી ઉ.વ.૩૩ રહે,ખોડિયાર માતાજીના મંદિર પાસે ઇન્દિરાનગર મોરબી-૨