મોરબી એલસીબી પીઆઇ એમ.પી.પંડ્યા ને હકીકત મળેલ કે, જુના સાદુળકા ગામ તરફ જવાના રસ્તે આવેલ સ્વામીનારાયણ ગુરુકુળ પાસે આવેલ એ.બી.સી. મીનરલ્સ ની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં નવઘણભાઇ જશાભાઇ બાલસરા તથા નિકુંજભાઇ પટેલ રહે.બન્ને મોરબી વાળા ભાગીદારીમા કંડલા બંદરથી ઇમ્પોટ ખનીજ કોલસો હાઇવે ઉપરથી આવતા જતા ટ્રકો કે જેમા ઇમ્પોટ ખનીજ કોલસો ભરેલ હોય તેના ડ્રાઇવરો સાથે મેળાપીપણુ રાખી ટ્રકમા ભરેલ ઇમ્પોટ ખનીજ કોલસો કે જે ભારે ગુણવતા વાળો હોય તે કાઢી લઇ તેમા હલકી ગુણવતા વાળો કોલસો તથા માટીની ભેળસેળ કરી ભારે ગુણવતા વાળો કોલસો ની ચોરી કરી ચોરી કરેલ કોલસો તેના કબ્જા ભોગવટા વાળા પ્લોટમાં રાખી ગેરકાયદેસર પ્રવૃતી કરે છે. અને હાલમા તેની આ પ્રવૃતી ચાલુ છે તેવી હકીકત મળેલ હોય જે હકીકત અંગે મોરબી એલ.સી.બીના અધિકારી/કર્મચારીનાઓને રેઇડ કરવા જણાવતા એલ.સી.બી. /પેરોલફર્લો સ્ટાફ તે જગ્યાએ રેઇડ કરતા ચાર આરોપીઓને કુલ કિ.રૂ.૧,૦૯,૫૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કુલ-૧૦ આરોપીઓ વિરુધ્ધ મોરબી તાલુકા પોસ્ટેમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ હાથ ધરેલ છે
– પકડાયેલ આરોપીના નામ સરનામા:-
(૧) તૌફીકખાન અસરફખાન મલેક ઉ.વ.૨૪ રહે. વારાહી તા.સાંતલપુર જી.પાટણ
(૨) અખીલેશકુમાર શ્રીધીરેંદ્રભાઈ ગોંડ/ ઉ.વ.૨૦ રહે.જીગનહી પરસોના જી.પચ્ચીમ ચંપારણ (બિહાર)
(૩) મીઠાભાઇ વિઠ્ઠલભાઇ મીઠાપરા/ ઉ.વ.૩૯ રહે.રાજકોટ આણંદપર દેવનગર તા.જી.રાજકોટ
(૪) રૂત્વીકભાઇ અમુભાઇ ખિમાણીયા/ ઉ.વ.૨૫ રહે. હાલ નાની વાવડી તા.જી.મોરબી
નાશી ભાગી જનાર આરોપીઓના નામ સરનામા:-
(૧) રમેશ અનસિંહ વસુનીયા રહે.દુધી કલ્યાનપુર તા.જી.જાંબુઆ (એમ.પી)
(૨) રાકેશ
પકડવાના બાકી આરોપીઓના નામ સરનામા:-
(૧) નવઘણભાઇ જશાભાઇ બાલસરા રહે નાની વાવડીસતનામ સોસાયટી ભુમી ટાવર પાસે તા.જી.મોરબી
(૨) નિકુંજભાઇ રાજપરા રહે.લીલપર તા.જી.મોરબી
(૩) જગજીતસિંહ રાણા રહે. ગાંધીધામ
(૪) હેરીભાઇ રહે.મોરબી
> પકડાયેલ મુદામાલની વિગત:-
(૧) સારી ગુણવતાવાળો ઇમ્પોર્ટ કોલસો આશરે ૧૮૮ ટન કિ.રૂ.૨૪,૪૪,૦૦૦/-
(૨) મીક્ષ કરેલ કોલસો આશરે ૧૦૦ ટન કિ.રૂ.૪,૦૦,૦૦૦/-
(૩) હલકી ગુણવતા વાળો કોલસો આશરે ૭૦ ટન કિ.રૂ.૫૬,૦૦0/-
(૪) એક ટ્રક ટ્રેઇલર કિ.રૂા- ૪૦,૦૦,૦૦૦/-,
(૫) બે ટ્રેક્ટર લોડર કિ.રૂા- ૨૦,૦૦,૦૦૦/-,
(૬) એક હીટાચી મશીન કિ.રૂા-૨૦,૦૦,૦૦0/-
(૭) એક મોટર સાયકલ કિ.રૂ|- ૨૫,૦૦૦/-
(૮) મોબાઇલ ફોન નંગ-૫ કિરૂ.૨૫,૦૦૦/-,
(૯) રોકડા રૂપીયા ૫,૦૦૦/-
(૧૦) આધાર કાર્ડ નંગ-૨ કિ.રૂ.00/00 ડ્રાઇવીંગ લાયસન્સ-૧ કિ.રૂ.૦૦/૦૦, શીલ નંગ-૧૫ કિ.રૂ.૦૦/૦૦ શીલ ખોલવા માટેની બ્લેડ નંગ-૧ કિ.રૂ.૦0/00, બિલ, બિલ્ટી તથા ઇ-વે બીલ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂપીયા ૧,૦૯,૫૫,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.