મોરબી : પોલીસ ને ખાનગીરાહે હકિકત મળેલ કે, વાંકાનેર તાલુકા પોસ્ટે ફ.ગુ.ર.નં.૦૯/૨૦૦૦ આઇ.પી.સી.કલમ-૩૯૪, ૧૧૪ વિ.મુજબના ગુન્હાના કામના નાસતો ફરતો આરોપી કાલુ ઉર્ફે હલુ શકરીયા ભુરીયા રહે.કોયાધરીયા તા.જી.જાંબુઆ (એમ.પી)વાળો હાલે મધ્યપ્રદેશ ખાતે તેના રહેણાંક મકાને હોવાની ચોકકસ હકીકત મળતા પોલીસ એ હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી કાલુ ઉર્ફે હલુ શકરીયા ભુરીયા/ ઉ.વ.૬૦ રહે.કોયાધરીયા તા.જી.જાંબુઆ (એમ.પી)વાળો કોયાધરીયા ગામ ભુરીયા ફળીયા તેના રહેણાંક મકાન ખાતેથી મળી આવતા મજકુરને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન લાવી બી.એન.એન.એસ. કલમ ૩૫(૨)જે મુજબ ઉપરોકત ગુનાના કામે અટક કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે. વધુ તપાસ પોલીસ હાથધરી છે