GSPC અને તેની ગ્રુપ કંપનીઝ રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ સાથે સંકલનમાં રહીને 607 આંગણવાડી કેન્દ્રો-નંદઘરનું નિર્માણ કરશે.
આ કાર્યનો આજે ગાંધીનગરથી ઈ-શુભારંભ કરાવ્યો. આ આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ (LGSF) ટેકનોલોજીના ઉપયોગથી થવાનું છે.
દેશ 2047 માં આઝાદીની શતાબ્દી મનાવતો હશે ત્યારે હાલ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો યુવા વયે પહોંચ્યા હશે.
આવી અદ્યતન અને સુવિધાસભર આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ એ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરનારી સામર્થ્યવાન નવી પેઢીના નિર્માણનો પાયો બની રહેશે.
GSPC અને તેની ગ્રુપ કંપનીઝ દ્વારા તેમના સામાજિક દાયિત્વ હેઠળ આ કાર્ય હાથ ધરવામાં આવ્યું,