Thursday, January 23, 2025

મોરબીના ટીંબડી ગામની સીમ માંથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો: એક ફરાર

Advertisement

મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં આવેલ જગદીશભાઇ ભગવાનજીભાઈ પટેલની વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની ૧૯૧ બોટલો તથા બીયર ટીન -૨૪ મળી કુલ કિં રૂ. ૪૯,૬૪૩ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા તેને ફરાર દર્શાવી શોધખોળ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ટીંબડી ગામની સીમમાં આવેલ જગદીશભાઇ ભગવાનજીભાઈ પટેલની વાડીની ઓરડીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૯૧ તથા બીયર ટીન નંગ -૨૪ કિં રૂ. ૪૯,૬૪૩ ના મુદ્દામાલ સાથે આરોપી અંકુરભાઈ રમેશભાઈ ગણેશીયા (ઉ.વ.૨૫) રહે. ગણેશનગર પાટીદાર ટાઉન પાછળ ટીંબડી તા.જી. મોરબીવાળાને ઝડપી પાડી પૂછપરછ કરતા અન્ય એક શખ્સ રાજુભાઇ ઉડેચા રહે. રાણેકપર તા. હળવદવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ફરાર દર્શાવી શોધખોળ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW