Friday, January 24, 2025

મોરબી જિલ્લામાં નગરપાલિકાની તેમજ તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીઓ યોજાશે; ૧૬ ફેબ્રુઆરીએ મતદાન તથા ૧૮ મીએ મતગણતરી

Advertisement

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતા જાહેર કરાઈ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.૨૧ જાન્યુઆરી ૨૦૨૫ થી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચાર સંહિતા અમલમા મુકવામાં આવી છે.

મોરબી જિલ્લામાં હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા વાંકાનેર નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણી યોજાશે. ઉપરાંત માળિયા(મીં) નગરપાલિકાની વોર્ડ નં.૨ તથા વોર્ડ નં.૫ માટેની પેટા ચૂંટણી યોજાશે. વાંકાનેર તાલુકા પંચાયતની ૨-ચંદ્રપુર અને ૧૨- માળિયા તાલુકા પંચાયતની ૧૨-સરવડ બેઠકો માટેની પેટા ચૂંટણી યોજાનાર છે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આદર્શ આચાર સંહિતા સંદર્ભે સરકારી અધિકારીઓ/કર્મચારીઓની બદલી તેમજ રજા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરાયેલ તારીખ મુજબ તા. ૨૧ જાન્યુઆરી ચૂંટણીની જાહેરાતોની તારીખ, તા.૨૭ જાન્યુઆરી જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ, તા.૧ ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ, તા.૩ ફેબ્રુઆરી ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ, તા.૪ ફેબ્રુઆરી ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ, તા.૧૬ ફેબ્રુઆરીએ સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાનની તારીખ, તા.૧૭ ફેબ્રુઆરી જરૂર જણાય તો પુન: મતદાનની તારીખ, તા.૧૮ ફેબ્રુઆરી મત ગણતરીની તારીખ તથા તા.૨૧ ફેબ્રુઆરી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ જાહેર કરવામાં આવી છે.

આ સંસ્થાઓના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આચારસંહિતાનું ચુસ્તપણે અમલ થાય તે માટે જે તે કચેરીઓને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આચારસંહિતા સંબંધે આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW