Tuesday, May 20, 2025

છેલ્લા સાત વર્ષથી અપહરણ વિથ બળાત્કારના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને ઓરીસ્સાથી પકડી પાડતી મોરબી સીટી બી ડીવીજન પોલીસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા એ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને જરૂરી સુચના/માર્ગદર્શન કરેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૨/૨૦૧૮ આઇ.પી.સી. ક. ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨) તથા પોક્સો ક.૪, ૫(એલ), ૬ મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી ચક્રધાર કેસવરણ કાનોચરણ ઓઝા ઉ.વ.૩૦ રહે. મોજીખંડી ખીરકોણ તા. સીમોલીયા પો.સ્ટે. સોમલીયા જી. બાલેશ્વર રાજ્ય ઓરીસ્સા વાળાનુ અત્રેના પો.સ્ટે.ના પો.કોન્સ. શૈલેષભાઇ રવજીભાઇ ને ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસના આધારે આરોપીનુ લોકેશન મેળવી પો.હેડ કોન્સ. ભરતદાન કિરીટદાન તથા પો.કોન્સ. રાજપાલસિંહ રામદેવસિંહ તથા દેવાયતભાઇ પ્રભાતભાઇ એ સદરહુ આરોપીને ઓરીસ્સા ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW