Saturday, February 1, 2025

મોરબી જિલ્લામાં વિવિધ વાહનો માટે નંબર સીરિઝના ઈ-ઓક્શન યોજાશે

Advertisement

મોરબી જિલ્લામાં ટુ-વ્હીલર વાહનો માટે GJ-36-AK,GJ-36-AM, GJ-36-AN, GJ-36-AQ, ફોર વ્હીલર વાહનો માટે GJ-36-AJ,GJ-36-AL,GJ-36-AP, ટ્રાન્સપોર્ટ વાહનો માટે GJ-36-X તથા થ્રી-વ્હીલર વાહનો માટે GJ-36-W સીરીઝ માટેના તમામ નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રિયા માટે આગામી તારીખ ૦૮/૦૨/૨૦૨૫ ના સાંજના ૦૪:૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે.

આગામી તારીખ ૦૮/૦૨/૨૦૨૫ ના સાંજના ૦૪:૦૦ કલાકથી આગામી તારીખ ૧૦/૦૨/૨૦૨૫ ના સાંજના ૦૪:૦૦ કલાક સુધી અરજદારશ્રી www.parivahan.gov.in/fancy આ ઓનલાઈન પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે. આગામી તારીખ ૧૦/૦૨/૨૦૨૫ ના સાંજના ૦૪:૦૦ કલાકથી તારીખ ૧૨/૦૨/૨૦૨૫ ના સાંજના ૦૪:૦૦ કલાક સુધી બીડીંગ પ્રોસેસ ચાલુ રહેશે.

આગામી તારીખ ૧૨/૦૨/૨૦૨૫ ના સાંજના ૦૫:૦૦ કલાકના રોજ ઇ-ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy આ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. તેમજ બાકી રકમનું ચુકવણું પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં ઉક્ત વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. તેમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી , મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW