વિશ્વભરના ઈસ્માઇલી ખોજાના આધ્યાત્મિક નેતા પ્રિન્સ કરીમ આગાખાનનું 88 વર્ષની વયે નિધન થયું છે .સત્તાવાર નિવેદન અનુસાર તેમને મંગળવાર ,4 ફેબ્રુઆરી પોર્ટુગલના લિસ્બન મા તેમના પરિવારના સભ્યો વચ્ચે અંતિમ શ્વાસ લીધા હતા .આગાખાન ડેવલપમેન્ટ નેટવર્ક તેમના નિધન વિશે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે,” આ સમય ઈસ્માઈલી સમાજ માટે ખૂબ જ કઠિન અને આઘાતજનક છે. પ્રિન્સ કરીમ આગાખાન ની ખોટ માત્ર તેમના પરિવારના સભ્યોને જ નહીં, પરંતુ ઈસ્માઈલી સમાજના દરેક વ્યક્તિ માટે છે”. હાલમાં દરેક દેશના આગેવાનોએ તેમના અવસાન પર શોક સંદેશો પાઠવ્યો છે.
પ્રિન્સ કરીમ આગાખાન નો જન્મ 13 ડિસેમ્બર 1936 સ્વીઝરલેન્ડના જીનીવા ખાતે થયો હતો .તેઓ માત્ર 21 વર્ષની હોય ઈસ્માઈલી ખોજા સમાજના આધ્યાત્મિક નેતા બન્યા હતા .તેમના દાદા આગાખાન સુલતાન મહમદ શાહ ત્રીજાએ ઉત્તરાધિકારીની પરંપરાગત વ્યવસ્થા બદલતા તેમને તેમના પદના ઉત્તરાધિકારી તરીકે 11 જુલાઈ 1957 ના રોજ જાહેરાત કરી હતી. તેઓ ઈસ્માઈલી ખોજાના 49 માં ઈમામ બન્યા હતા.
પ્રિન્સ કરીમ આગાખાને પોતાના જીવનના કિંમતી વર્ષો ઈસ્માઈલી સમાજ માટે અને સાથે અન્ય સમુદાયના આરોગ્ય, શિક્ષણ અને ગરીબી નાબૂદી જેવા કાર્યોમાં જીવનના વર્ષો સમર્પિત કરી આપ્યા છે. તેમને આગાખાન ફાઉન્ડેશન અને આગાખાન ડેવલપમેન્ટ નેટવર્ક દ્વારા અનેક શાળાઓ, યુનિવર્સિટી અને હોસ્પિટલના પ્રોજેક્ટ શરૂ કર્યા .”તેમનો માત્ર એક જ ઉદ્દેશ્ય હતો કે દરેક સમાજની પ્રગતિ થાય અને વૈશ્વિક સ્તરે સમાજ મજબૂત બને”
ઈસ્માઈલી ખોજા સમાજ માટે કરેલા અમર્યાદિત કાર્યો અને ધાર્મિક રીતે શક્તિ પૂરી પાડતાં પ્રિન્સ આગાખાનનું નિધન એટલે કે એક યુગનો અંત આવ્યો. ઈસ્માઈલી સમાજ માટે ખૂબ જ શોકમય વાતાવરણ છે. તેમની ખોટ હંમેશા વર્તાશે ,પરંતુ તેમનો વારસો અને સમયસર માર્ગદર્શન તેમના નવા ઉતરાધિકારી એટલે કે તેમના 50 માં ઇમામ આપતા રહેશે .
*લેખિકા* – *મિતલ* *બગથરીયા*