મોરબીના મકરાણીવાસ નદીના કાંઠે રોડ પરથી ચોરીના મોટરસાયકલ સાથે ચોરને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ મોટર સાયકલ સાથે આરોપી મકરાણીવાસ નદીના કાંઠે રોડ ઉપર થી મળી આવતા મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા મોટરસાયકલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચોરીનુ હોવાનુ જણાતા આરોપી અલીઅસગર ઓસમાણભાઇ હુશેનભાઇ શેખ ઉ.વ.રર રહે.વાંકાનેર રેલ્વે સ્ટેશન પાણીના પરબપાસે ઝુપડા જી. મોરબી મુળરહે. કચ્છવાળાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ હતી ઇસમએ આ સિવાય પંદરેક દિવસ પહેલા સુપરમાર્કેટ રંગોલી આઇસ્ક્રીમ પાસેથી ચોરી કરેલ હોય અને તે મોટરસાયકલ તેમના ભાઇ શાહરૂખભાઇ ઓસમાણભાઇ શેખ રહે.ટંકારા પોલીસ સ્ટેશનની સામેના વિસ્તારમા વાળા ને આપેલ હોય જેથી આ બાબતે વધુ આગળની કાર્યવાહી હાથ ધરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ કલમ.૩૦૩(૨) મુજબના ગુન્હા ડીટેકટ કરવામાં આવેલ છે.