વાંકાનેર તાલુકાના મકતાનપર ગામ પાસે શીવ સ્ટોન પથ્થરની ખાણ પાસે જાહેર રોડ પરથી આઈ-૨૦ કારમાથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૩૧ કિં રૂ. ૫૩,૪૬૯ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૪,૫૩,૪૬૯ નો મુદ્દામાલ વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ટીમ વિસ્તારમાં કોમ્બીંગમા પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના પાડધરા ગામ પાસે વાહન ચેકીંગ કરતા હોય તે દરમ્યાન બાતમીવાળી નંબર વાળી કાર આવતા તેને રોકવાનો ઈશારો કરતા કાર ચાલકે પોતાની કારને એકદમ હંકારતા કારનો પીછો કરતા કાર ચાલક કારને મકતનાપર ગામ પાસે આવેલ શીવ સ્ટોન પથ્થરની ખાણ પાસે જાહેર રોડ પર કારને રેઢી મુકીને નાશી ગયેલ હોય જેથી કારની અંદર ચેક કરતા વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-૧૩૧ કિ રૂ.૫૩,૪૬૯/- તથા હ્યુન્ડાઈ આઈ-૨૦ કાર રજી નંબર GJ-03-MR-4227 ની કિ રૂ.૪,૦૦,૦૦૦/- ગણી કુલ કિ રૂ.૪,૫૩.૪૬૯ ના મુદામાલ સાથે કારને રેઢી મુકી નાશી જતા કાર ચાલક વિરૂદ્ધમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરવામાં આવેલ છે.