Tuesday, February 11, 2025

મોરબીના કાંજીયા પરિવારને ત્યાં હરખના તેડાં “રાંદલ ઉત્સવ

Advertisement

મોરબી, ભારતીય સંસ્કૃતિ ઉત્સવ પ્રિય સંસ્કૃતિ છે,એમાંય વળી ગુજરાતમાં ધાર્મિક,સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોનું અદકેરું અને અનોખું આયોજન થતું હોય છે.અને લોકો રંગે ચંગે તમામ તહેવારોની ઉજવણી કરતાં હોય છે,ત્યારે મોરબી પંથકમાં *રાંદલ ઉત્સવ* ની હરખે હરખે ઉજવણી કરવામાં આવે છે, આ ઉત્સવ વર્ષમાં ભાદરવો અને મહા એમ બે માસમાં જ ઉજવવામાં આવે છે,દિકરા માટેના રાંદલ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં રાંદલ માતાની શાસ્ત્રોકતવિધિથી સ્થાપના કરવામાં આવે છે,પૂજન કરવામાં આવે છે, રાંદલમાતાના ગુણગાન ગવાય છે,બહેનો દિકરીઓને રાંદલ માતાની ગોયણી કરવામાં આવે છે,એમને રાંદલ માતાની ખીર-રોટલીનો પ્રસાદ કરાવવામાં આવે છે,રાત્રે રાસ-ગરબા અને જાગરણનો કાર્યક્રમ હોય છે, આવા રાંદલ ઉત્સવ *મોરબીના કાંજીયા પરિવારના આંગણે યોજાયા જેમાં શિલ્પાબેન મહેશભાઈના પુત્ર રત્ન ચી.પૂર્વ ના ખુબજ ધામધૂમ પૂર્વક હરખના તેડાં કરાયા હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW