મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ મોરબી શહેરમાં તારીખ ૧૦/૦૨/૨૦૨૫ થી ૧૩/૦૨/૨૦૨૫ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વપરાશકર્તાઓ તથા ગંદકી કરતાં આસામીઓ સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કુલ ૪ આસામી પાસેથી ૧૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું અને તેઓ પાસેથી રૂ.૧૦૨૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
તેમજ જાહેર સ્થળો પર ગંદકી ફેલાવતા ૨૮ આસામી પાસેથી રૂ. ૧૭૩૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમ ડેપ્યુટી કમિશ્નર (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.