મોરબી બી ડિવિઝન પોલીસ ને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, મોરબી શહેર ના વીસીપરા ગુજરાત મેરીટાઇમ બોર્ડની ઓફિસ પાસે એક ઇસમ એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે રાખી ફરે છે તેવી હકિકત મળતા પોલીસે તે જગ્યાએ તપાસ કરતા હકિકત મુજબનો વર્ણનવાળો ઇસમ મળી આવતા તેને કોર્ડન કરી પુછપરછ કરતા ઇરફાનભાઇ રહિમભાઇ સુમરા સંધી ઉ.વ.૨૧ રહે, ફુલછાપ કોલોની બરફના કારખાના પાસે વીસીપરા મોરબી વાળા પાસેથી દેશી બનાવટની જામગરી બંદુક નંગ-૦૧ કિં.રૂ.૨૦૦૦/- સાથે મળી આવતા આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી અટક કરી ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપી :-
ઇરફાનભાઇ રહિમભાઇ સુમરા સંધી ઉ.વ.૨૧ રહે. ફુલછાપ કોલોની બરફના કારખાના પાસે વીસીપરા મોરબી
પકડાયેલ મુદ્ઘમાલ :-
દેશી બનાવટની જામગરી બંદુક નંગ-૦૧ કિં.રૂ. ૨૦૦૦/-