Monday, February 24, 2025

મોરબી રણછોડનગર પાસેથી આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરનાર શિકલીગર ગેંગના ત્રણ ખુંખાર ચોરટાઓ ઝડપાયા

Advertisement
Advertisement

મોરબી એલસીબી ટીમે શિકલીગર ગેંગના ત્રણ ગુનાહીત ઈતિહાસ ધરાવતા શખ્સો પોલીસના સંકાજામાં અનેક ચોરીઓનો ભેદ ખુલશે ?

મોરબી રણછોડનગર પાસેથી આંતરરાજ્ય શિકલીગર ગેંગના ત્રણ ખુંખાર ચોરટાઓ ઝડપાતા શહેરમાં છુપાઈને રહેતા ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા અને ગુનાહીત ઈતિહાસ ધરાવતા ત્રણ શખ્સો મોરબી શહેરમાં કોઈ મોટી ચોરીને અંજામ આપે તે પહેલા જ મોરબી એલસીબી ટીમે ગેંગને દબોચી લેતા ખળભળાટ મચી ગયો છે આ ઘરફોડ ચોરી કરનાર ગેંગ દિલ્હી મધ્યપ્રદેશ છત્તીસગઢ તેમજ ગુજરાતમાં અનેક ચોરીની ઘટનાને અંજામ આપનાર શિકલીગર ગેંગના ત્રણ ચોરટાઓ અનેક વિસ્તારમાં ફરી વળ્યા છે જે ગેંગ મોરબીમાં આવ્યા હોવાની સચોટ બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે રણછોડનગર વિસ્તારમાં દરોડો પાડીને ત્રણેય આંતરરાજ્ય ખુંખાર તસ્કરોને ઝડપી લીધા હતા શિકલીગર ગેંગની આ ત્રિપુટીએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે તેઓએ દિલ્હી અને મધ્યપ્રદેશની અનેક ચોરીઓને અંજામ આપી ચુકી હોવાનો‌ ધડાકો કરતા મોરબી શહેર ઉપર મોટી ચોરીની ઘાત એલસીબી ટીમની સતર્કતાથી ટળી છે જોકે ગુનાહીત ઈતિહાસ ધરાવતી તસ્કર ટોળકી દિવસના સમયે બંધ મકાનોની રેકી કરી રાત્રીના સમયે ચોરીને અંજામ આપતી મધ્યપ્રદેશના ઇંદોરની વતની શિકલીગર ગેંગ મોરબીમાં ગુન્હાના ઇરાદે ઘુસી આવી હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે સીટી બીડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના રણછોડનગર પાસેથી શિકલીગર ગેંગના આરોપી સમીતસિંહ સોનારસિંગ ટકરાના હરપાલસિંહ હરજીતસિંહ બરનાલા અને બલવીરસિંગ પ્રેમસિંગ કલાની નામના ખૂંખાર આંતરરાજ્ય તસ્કરને દબોચી લઈ પૂછતાછ કરતા અનેક ચોરીના ભેદ ખુલ્યા છે મોરબી પોલીસ પાસે પોપટ બની ગયેલ ગેંગે વટાણા વેરીને પોલીસની પૂછપરછ દરમિયાન મધ્યપ્રદેશના ઈંદોરના વતની શિકલીગર ગેંગના ત્રણેય આરોપીઓએ મધ્યપ્રદેશ દિલ્હી છતીસગઢ તથા ગુજરાતના અલગ-અલગ શહેરોમાં ઘરફોડ ચોરીઓના ગુન્હામાં સંડોવાયેલા હોવાનું તેમજ અનેક ગુનાઓમાં નાસતા ફરતા હોવાનુ સામે આવ્યું હતુ‌ મોરબી રણછોડનગર વિસ્તારમાં દિવસના રેકી કરી રાત્રીના સમયે ઘરફોડ ચોરી કરવા આવ્યા હોવાની કબુલાત આપતા ખળભળાટ મચી ગયો હતો એલસીબી ટીમે ત્રણેયની ધરપકડ કરી મધ્યપ્રદેશ રાજ્યના ઇંદોર પોલીસનો સંપર્ક કરી આરોપીઓની ધરપકડ અંગે જાણ કરેલ છે અત્રે ઉલ્લેખનીય છેકે પકડાયેલા તમામ ત્રણ આરોપીઓ ગુનાહીત ઈતિહાસ ધરાવે છે જેમા સમિતસિંહ સોનારસિંગ ટકરાના વિરુદ્ધ ૧૨ ગુન્હા હરપાલસિંહ હરજીતસિંહ બરનાલા વિરૂદ્ધ ૩ ગુન્હા અને બલવીરસિંગ પ્રેમસિંહ કલાની વિરુદ્ધ પોલીસ સ્ટેશનોમાં બે ગુન્હા નોંધાયેલા છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW