Wednesday, February 26, 2025

છેતરપીડીના ગુન્હામાં છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપીને બિહાર રાજય ખાતેથી ઝડપી લેતી મોરબી તાલુકા પોલીસ

Advertisement
Advertisement

મોરબી તાલુકા એ-પાર્ટ ગુ.ર.નં.૦૭/૨૦૧૯ આઇ.પી.સી.કલમ ૪૦૬,૪૨૦,૧૨૦(બી),૪૧૯,૪૬૫,૪૬૭, ૪૬૮,૪૭૧,૪૭૪ તથા આઇ.ટી. એકટ કલમ ૬૬સી, ૬૬ડી મુજબના કામ ના આરોપી કૌશેલેન્દ્રકુમાર ઉર્ફે લલ્લકમાર રવિદ્રપ્રસાદ ઉર્ફે સુલતાના મહતો ઉ.વ.૨૯ રહે-ચકલાઇગામ તા.વરસાલીગંજ જી.નવાદા બિહાર વાળા છેલ્લા છ વર્ષથી નાસતા-ફરતા હોય જેને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેકટર એસ.કે,ચારેલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ના પોલીસ હેડ કોન્સ. મહાવીરસિંહ અનીરૂધ્ધસિંહ પરમાર તથા પોલીસ કોન્સ રમેશભાઇ રાજાભાઇ મુંધવા તથા શક્તિસિંહ કિશોરસિંહ જાડેજા નાઓની ટીમ બનાવી ચકવે તા.વરસાલીગંજ જી.નવાદા બિહાર ખાતે તપાસમાં મોકલેલ હોય જયાં હ્યુમનસોર્સ તથા ટેકનીકલ વર્ક કરીને મજકુર આરોપીને તેમના ઘરેથી તા-૨૩/૦૨/૨૦૨૫ ના રોજ પકડી પાડેલ હોય જેની આગળની તપાસ પો.ઇન્સ. એસ.કે.ચારેલ ચલાવી રહેલ છે.

– પકડવા ઉપર બાકી ગુના રજિસ્ટર નંબર

(૧) મોરબી તાલુકા એ.પાર્ટ ગુ.ર.નં.૦૭/૨૦૧૯ આઇ.પી.સી.કલમ ૪૦૬,૪૨૦,૧૨૦(બી),૪૧૯,૪૬૫,૪૬૭, ૪૬૮,૪૭૧,૪૭૪ તથા આઇ.ટી. એકટ કલમ ૬૬સી, ૬૬ડી મુજબ

– આરોપીનો ગુન્હાનો એમ.ઓ.

મજકુર આરોપી ફોન કરીને ખોટી અલગ અલગ પેટ્રોલીયમ કંપનીના કર્મચારીઓની ઓળખ આપીને પેટ્રોલપંપનુ લાયસન્સ આપવાની લાલચ આપી તેમજ લોન આપવાની, તેમજ અલગ અલગ ઓનલાઇન સ્કીમની લાલચ આપી ફરીયાદી પાસેથી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવીને છેતરપીડી આચરવાના ગુનાને અંજામ આપવાની ટેવવાળો છે.

– આરોપીનો ગુનાહિત ઇતિહાસ :-

મજકુર આરોપી વિરૂધ્ધ છેતરપીડીના ઓરીસ્સા, તેલગંણા, ફરીદાબાદ(હરીયણા), મહારાષ્ટ્ર, રાજયોમાં અલગ અલગ ગુન્હા દાખલ થયેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW