આવતીકાલે સીધેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાશે
આવતી કાલે બુધવાર અને મહાશિવરાત્રી છે એટલે મહાદેવ ને રીઝવવાનો અનેરો અવસર
આવતીકાલે તારીખ 26 ફેબ્રુઆરી અને બુધવાર ના રોજ સાંજે 7.30 વાગ્યે ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ, માર્કેટિંગયાર્ડની સામે આવેલ સીધેશ્વર મહાદેવના મંદિરે સંગીત ના તાલે મહાઆરતી તથા પ્રસાદી અને દીપ્રમાળા નું આયોજન કરેલ છે તમામ શણગાર દ્વારકેશ ફ્લાવર ના સહયોગ થી કરવામાં આવશે તો તમામ શિવ ભક્તોએ આરતીના દર્શન કરવા માટે મંદિરના મહંત શ્રી પ્રવિણ ગીરી બાપુએ ભાવભર્યુ આમંત્રણ પાઠવેલ છે.