મોટા રામપર નારીચાણીયા હનુમાનજી મંદિરના મહંત ભરતદાસ બાપુએ મહાકુંભ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી ધન્યતાનો અનુભવ કર્યો
મોટા રામપર નારીચાણીયા હનુમાનજી મંદિરના મહંત ભરતદાસ બાપુએ મહાશિવરાત્રીના પાવન પર્વના દિવસે પ્રયાગરાજ મહાકુંભ ખાતે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી ધન્યતાનો અનુભવ કર્યો હતો જેમને સુખમય નિર્વિધ્ને મહાકુંભની સફર કરી ૧૪૪ વર્ષે આવેલા મહાકુંભ મેળામાં લાખોની મેદની વચ્ચે ત્રિવેણી સંગમની પવિત્ર ધરતી ઉપર હજારો નાગા સાધુઓના દર્શન કરી વિશેષ અમૃત કુંભ સ્નાન કરીને ડુબકી લગાવીને ધન્યતાનો અનુભવ કર્યો હતો ૧૧૪ વર્ષે આવેલા મહાયોગમાં મહાકુંભ પ્રયાગરાજ ખાતે મેળો યોજાયો છે જેમાં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ અમૃત સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી ગંગા નદીમાં સ્નાન કરવા આતુર બન્યા છે ત્યારે મોટા રામપર નારીચાણીયા હનુમાનજી મંદિરના મહંત ભરતદાસ બાપુએ મહાકુંભ મેળામાં અમૃત સ્નાન કરવાનો લાહવો લીધો હતો જ્યાં લાખોની માનવ મહેરામણ વચ્ચે સ્નાન કરી ધન્ય થયા હતા ત્યારે આ મહાકુંભ મેળાની મહત્વની વાત એ છેકે હવે પછી યોજાનાર મહાકુંભ મેળો ૨૧૬૯ની સાલમાં યોજાશે જે હાલના લોકો માટે અશક્ય વાત છે જેથી આ મહાકુંભનુ મહત્વ વધી જાય છે જેનો લાહવો લેવાનું શ્રદ્ધાળુઓ ચુકતા નથી જેને લીધે માનવ મહેરામણ લાખો કરોડોમાં ઉમટી પડ્યો છે