Sunday, February 2, 2025

વિરપર પાસે આવેલા સમય કલોકના બંધ કારખાના માંથી વિદેશી દારૂ,બિયર સાથે બે ઝડપાયાં

Advertisement

મોરબી રાજકોટ રોડ વીરપર ગામની સીમ સમય કલોકના બંધ કારખાનામાંથી ઇંગ્લીશ દારૂ તથા બીયર કિ. રૂ. ૫૦,૪૦૦/- ના મુદામાલ સાથે બે ઇસમોને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી જીલ્લામાં પ્રોહીબીશન- જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હતા તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને સયુંકતમાં ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી રાજકોટ રોડ વીરપર ગામની સીમ સમય કલોકના બંઘ કારખાનામાં રેઇડ કરતા ગેરકાયદેસર રીતે પરપ્રાંતમાંથી મંગાવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલો નંગ-૯૬ કિ.રૂ.૩૬,૦૦૦/- તથા બીયર ટીન નંગ-૧૪૪ કિ.રૂ.૧૪૪૦૦/- મળી કુલ કિ.રૂ.૫૦૪૦૦/- નો મુદામાલ સાથે આરોપી નિકુંજભાઇ પટેલ ઉવ.૨૭ રહે. ધ્રુવનગર તા.ટંકારા જી.મોરબી તથા મહેન્દ્રભાઇ ઉર્ફે લાલો ચંદુભાઇ કલાસવા ઉવ.૩૦ રહે.હાલ વીરપર ગામની સીમ સમયના બંધ કારખાનામાં તા.ટંકારા મુળ રહે.ગાડીયા ગામ નીનામા ફળીયુ તા.સંતરામપુર જી.મહીસાગર વાળાને ઝડપી પાડયા હતા જ્યારે અન્ય એક શખ્સ પોપટભાઇ ધારાભાઇ ભરવાડ રહે.ટંકારા જી.મોરબી વાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. ત્રણે આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW