Tuesday, May 20, 2025

મોરબીમાં રાજકોટથી મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા નિ:શુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

રાજકોટની મારવાડી યુનિવર્સિટી અને મોરબીમાં રાહત દરે કાર્યરત સંસ્કાર ફિઝીયોકેર સેંટર, શ્રી સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરની મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા ૮ માર્ચે નિ:શુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ

નીચે મુજબની તકલીફ વાળા દર્દીઓ આ કેમ્પનો લાભ લઈ શકશે.

૧) સાયટીકા/ ગાદી ખસવી/ સાંધાના વા/ ઘુંટણનો ઘસારો.

૨) સેરેબ્રલ પાલ્સી, જન્મજાત ખોડખાંપણ, ત્રાંસીડોક, ઓટીઝમ, હાયપરએક્ટીવીટી વગેરે

૩) સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રનાં રોગો , બેલેન્સ પ્રોબ્લમ, જીબીએસ

૪) બોલવાને લગતી તકલીફો તોતડું બોલવું, બાળકનું બોલી ન શકવું, બોલવામાં અચકાવું, ઓપરેશન પછી બોલવાની તકલીફ, જાડો-પાતળો કે ઘોઘરો અવાજ, પક્ષઘાતના હુમલા પછી બોલવાની તકલીફ, ખોરાક ગળવામાં તકલીફ ધરાવતા વ્યક્તિઓ.

૫) કમર/ ગરદન / ખભા/ એડીનો દુ:ખાવો, ટેનિસ એલ્બો

૬) હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, પેરાપ્લેજીયા, કમ્પવા(પાર્કિંસન્સ).

૭) ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, લીગમેંટની ઇજાઓ

૮) ડિલીવરી પહેલાં/પછીની કસરતો, મોટી ઉંમરે થતી શારીરિક તકલીફો વગેરે

૯) તમાકુ/કેંસરનાં ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર

કેમ્પ તારીખ : ૦૮/૦૩/૨૦૨૫ શનીવાર કેમ્પનું સમય : ૧૦:૦૦-૧:૦૦

કેમ્પનું સ્થળ : સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર, શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદીરની પાછળ,

જી.આઈ.ડી.સી. મેઈન રોડ, મોરબી

કેમ્પ માં સામેલ નિષ્ણાંત ડોક્ટર:

ડો.પુજા વોરા (પીડિયાટ્રીક ન્યુરો ફિઝિયોથેરાપીસ્ટ) બાળકોની તકલીફોનાં નિષ્ણાંત, ડૉ. અવિનાશકુમાર બોયત (ઓર્થો અને સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીસ્ટ) હાડકાં, સ્નાયુ તથા મણકાની તકલીફોનાં નિષ્ણાંત, ડૉ. પાયલ દક્ષિણી (ન્યૂરોફિઝિયોથેરાપીસ્ટ) મગજ, કરોડરજ્જુ અને પેરલિસિસ તકલીફોનાં નિષ્ણાંત ડૉ. જીનાલી મેહતા કાર્ડિયો-પલ્મોનરી ફિઝિયોથેરાપીસ્ટ (હર્દય અને ફેફસાંની કસરતના નિષ્ણાંત

નોંધ : આ કેમ્પમાં બતાવવા આવનાર દર્દીએ મો. ૬૩૫૯૭૦૧૯૩૩/૮૧૬૦૨૮૨૪૫૬

પર રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે.

(જુના રીપોર્ટસ સાથે લાવવા)

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW