યોજનાનો લાભ લેવા માટે esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસોની સુવિધા પુરી પાડવા માટે ડો. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો લાભ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને મળવાપાત્ર રહેશે, જેમાં કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહી.
આ યોજના હેઠળ સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો બનાવવા માટે સરકારશ્રીના નિયમોને આધિન વ્યક્તિગત રૂ.૧,૨૦,૦૦૦/- (એક લાખ વીસ હજાર)ની સહાય ત્રણ હપ્તામાં મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ યોજના અંતર્ગત વધુ વિગતો કે મદદ માટે જિલ્લા સેવા સદન, સો ઓરડી રૂમ નં. ૪૬.૪૭, મોરબી, ફોન નં. ૦૨૮૨૨૨૪૨૨૨૪ નો સંપર્ક કરવા જિલ્લા મેનેજર, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની યાદીમાં જણાવવામાં આવ્યું છે.