એક રિવોલ્વર, કાર્ટીઝ સાથે પકડી પાડતી ટંકારા પોલીસ
ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફ વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન હથિયાર ધારાના કેશો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. ભાવેશભાઇ વરમોરા તથા પો.કોન્સ. તેજાભાઇ ગરચરનાઓને એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. મુકેશભાઇ જોગરાજીયા તથા પો.કોન્સ. આસીફભાઇ રાઉમાનાઓએ ખાનગી હકિકત આપેલ કે, મોરબી તરફથી એક સફેદ કલરની 1-10 કાર નંબર-GJ-03-MB-0942 માં એક ઇસમ ગે.કા. હથિયાર લઇ રાજકોટ તરફ જનાર છે.જે હકિકત આધારે મોરબી-રાજકોટ હાઇવે રોડ ટંકારા નગરનાકા સામે વોચમાં હતા. દરમ્યાન I-10 કાર નંબર-GJ-03-MB-0942 માંથી દુર્ગેશભાઇ કાંતીભાઇ સગપરીયા જાતે પટેલ ઉ.વ-૩૫ રહે-રાજકોટ, સરદાર મેઇન રોડ, સાધના સોસાયટી શેરી નં-૧,રાજકોટ વાળો રીવોલ્વર તથા કાર્ટીઝ હથિયારના લાયસન્સ સાથે મળી આવતા જે લાયસન્સ રાજકોટ શહેર પુરતુ વેલીડ હોવાનુ જાણતો હોવા છતા હથિયાર સાથે રાખી મોરબી જિલ્લાના ટંકારા ખાતેથી મળી આવતા મજકુર ઇસમે પોલીસ કમિશ્નર રાજકોટ શહેરના હથિયાર પરવાનાનો ભંગ કરી તેમજ મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી મળી આવતા મજકુર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
– આરોપી :-
– દુર્ગેશભાઇ કાંતીભાઇ પટેલ ઉ.વ-૩૫ રહે-સરદાર મેઇન રોડ, રાજકોટ






