મામાદેવનું મહાપૂજન, શોભાયાત્રા,મહાપ્રસાદ, અને ભવ્ય ડાક ડમરૂ સહિતના કાર્યક્રમો યોજાશે
મોરબીઃ નાનીવાવડી ગામે ભક્તિ નગર સોસાયટી ખાતે જીદિલા મામાદેવ મિત્ર મંડળ દ્વારા આગામી તારીખ 13 એપ્રિલને રવિવારેના રોજ જીદિલા મામાદેવનો નવરંગો માંડવો અને 14 એપ્રિલને સોમવારે સમુહલગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમા13 એપ્રિલને રવિવારેના રોજ સવારે 9 કલાકે મામાદેવનું મહાપૂજન થશે.10 કલાકે શોભાયાત્રા,સાંજે 7 કલાકે મહાઆરતી, 8 કલાકે ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને રાત્રે 9 કલાકે ડાક ડમરુનો કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં રાવળદેવ દેવાભાઇ મેવાડા તથા સાથી ગ્રુપ આ નવરંગા માંડવાની શોભા વધારશે. આ નવરંગા માંડવામાં કલમના ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર અને વિવિધ પંચના ભુવા પણ હાજરી આપશે.આ નવરંગા માંડવામાં પધારવા માટે સૌને જાહેર આમંત્રણ પાઠવ્યું છે. તો તા: 14 એપ્રિલને સોમવારે સવારે સમુહલગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે.જેમા માં -બાપ વગર દિકરીઓને પ્રથમ પાધાન્ય આપવામાં આવશે.જે વર કન્યા આ સમુહલગ્નમાં જોડાવા માંગતા હોય તેઓ એ તાત્કાલિક તેમના નામ નોંધાવી લેવા નામ નોંધાવા તેમજ વધુ જાણકારી માટે કાનભા મો.: 8866500008, જનકભાઈ રાજા : મો.8320887013, નિકુંજ ગોસાઈ મો.: 9033309908 સંપર્ક કરવા જીદિલા મામાદેવ મિત્ર મંડળની યાદીમાં જણાવાયું છે.