Monday, March 10, 2025

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓને ફ્રુટ અને ઠંડા-પીણાનું વિતરણ કર્યું

Advertisement

મોરબી: હિન્દુ ધર્મમાં ફાગણ મહિનામાં આવતી પૂનમનો અનેરો મહિમા રહેલો છે. ફાગણી પૂનમના રોજ ભગવાન કૃષ્ણના દર્શન કરવાનો અનેરો મહિમા છે. ફાગણ મહિનામાં આવતી પૂનમના દિવસે દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય તે માટે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પદયાત્રીઓ પગપાળા જતા હોય છે. ત્યારે પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વાહન સેવા કેમ્પ યોજ્યો હતો.

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા હાલ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે ચાલીને જતાં પદયાત્રીઓને ફ્રુટ, પાણી અને ઠંડાપીણાનું વિતરણ કર્યું હતું. અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના 10થી વધુ સભ્યોએ બે વાહનો સાથે મોરબીથી જામ ખંભાળીયા સુધી પદયાત્રીઓને રસ્તામાં ઠંડા-પીણા, ફ્રુટ સહિતનું વિતરણ કરીને માનવસેવા પુરી પાડવામાં આવી હતી.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW