મોરબી જિલા પોલીસ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના HC જયેશભાઈ વાઘેલા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રા ને ખાનગીરાહે હકિકત મળેલ કે, વાકાનેર તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૩૯/૨૦૧૯ આઇ.પી.સી કલમ ૩૨૮ તથા ક્રિમીનલ લો ઓર્ડીન્સ એકટ ૨૦૧૮ ની કલમ ૩૭૬(૩), તથા પોકસો એકટ ૪ વિ. મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી અજય ગીધારભાઇ બારીક રહે.ચંદામાની બાલેશ્વર (ઓરીસ્સા) વાળો હાલે ઢુવા-માટેલ રોડ પર આવેલ ટોરીસ બાથવેર સીરામીકના કારખાનામાં આવેલ હોવાની ચોકકસ અને હકીકત મળતા પોલીસે ત્યાં જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપીને પકડી પાડી આગળની ઘટીત કાર્યવાહી અર્થે વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ