પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન (PESO), ભારત સરકાર અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓના સહયોગથી મોરબી સિરામિક એસોસિએશન દ્વારા કેશવ બેનક્વિટ હોલ કેનાલ રોડ લીલાપર ખાતે શનિવાર 21 જાન્યુઆરી 2023 ના રોજ પ્રોપેન સેફ્ટી વિષયમાં સિરામિક ઉદ્યોગો માટે એક દિવસીય સલામતી જાગૃતિ કાર્યક્રમ (SAP 2023) યોજવામાં આવી રહ્યો છે. કેસવ બેનક્વિટહોલ, કેનાલ રોડ લીલાપર મોરબી ખાતે PESO દ્વારા આયોજિત મેગા સેફ્ટી ઈવેન્ટમાં લગભગ 400 સિરામિક ઉદ્યોગો ભાગ લઈ રહ્યા છે. સિરામિક ઉદ્યોગોના 800 પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લેશે. પ્રોપેન સ્ટોરેજમાં સુરક્ષાના વિવિધ પાસાઓને આવરી લેતા આઠ ટેકનિકલ સત્રો હાથ ધરવામાં આવશે. IOCL, HPCL, BPCL, RELIANCE અને AEIGIS સાથે ટ્રાઇ ગેસ અને ગ્રીન ગેસ નામની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેપર રજૂ કરી રહી છે અને સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન કરી રહી છે. ડૉ. આર. વેણુગોપાલ, જોઈન્ટ ચીફ કંટ્રોલર ઑફ એક્સપ્લોઝિવ્સ અને PESO, ગુજરાતના વડા સલામતી જાગૃતિ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે અને IOCL, HPCL અને BPCLના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ ગેસ્ટ ઑફ ઓનર છે.
કાર્યક્રમ ની રૂપરેખા ….
૮ થી ૯ : નાસ્તો અને રજિ.
૯ થી ૧૨ઃ૩૦: ટ્રેનીંગ
૧૨ઃ૩૦ થી ૧:૩૦ : બપોરનુ ભોજન
૧ઃ૩૦ થી ૩:૩૦: ટ્રેનીંગ
૩:૩૦ થી ૪: ચા અને નાસ્તો
૪ થી ૫:૩૦ : પ્રશ્નો અને ગીફ્ટ
સ્થળ કેશવ હોલ લીલાપર રોડ મોરબી