મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા તથા પી.એ.ઝાલા ના માર્ગદર્શન મુજબ હળવદ પો. સ્ટે વિસ્તાર – પ્રોહી બુટલેગર અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ જેમાં
(૧) હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મથક ગામની હદ વિસ્તારમાં રોહિત વાઘજીભાઇ પરમાર કોળી તથા ચતુર વાઘજીભાઇ પરમાર કોળી તેઓ વિરુધ્ધમાં ઈંગ્લીશ અને દેશી દારૂના અને મારામારીના ગંભીર પ્રકારના ગુન્હાઓ દાખલ થયેલ છે. ઉપરોક્ત બંને ઈસમોએ સરકારી ગ્રામ પંચાયત હેઠળની જમીનમાં ગેર કાયદેસર રીતે દુકાનો તથા કેબીન બનાવેલ હોય જે બાબતે પ્રાથમિક તપાસ કરતા સદરહુ જમીન ખાલી કરાવવા તલાટી મારફત નોટીસ ઈશ્યૂ કરાવી આજરોજ બંને ઈસમોએ જાતેથી સરકારી જમીન પર બનાવેલ દુકાનો અને કેબિન હટાવી ખાલી કરી આપેલ છે.
જે સરકારી જમીન આશરે 450 ચોરસ વાર હોય જે જમીનની જંત્રી મુજબ કિંમત અંદાજે 30,960/ નું દબાણ કરી પાકી દુકાનો_4 બનાવેલ અને કેબિન રાખેલ જે જગ્યાએ ડિમોલિશન કરેલ છે.