મોરબી જિલ્લાના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ તથા ખાતમૂહુર્ત પ્રસંગે પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોરબી હેલિપેડ ખાતે સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મયૂરનગરી ખાતે પધારેલા મુખ્યમંત્રીને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજા૫તિ, મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, અગ્રણી જયંતીભાઇ રાજકોટીયા, હિતેષભાઇ ચૌધરી, નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઇ મિયાત્રા, કે.એસ. અમૃતિયા સહિતનાઓ દ્વારા હેલિપેડ ખાતે ઉમળકાભેર આવકાર આપ્યો હતો.