Saturday, April 19, 2025

લોકોના મનમાં પોલીસનો ભઈ હોય છે, ડરની છબી હોય છે. પરંતુ મોરબી ખાતે ફરજ બજાવતા પીએસઆઇ એ પોલીસ પ્રજાની મિત્ર છે તે સાર્થક કરી બતાવ્યું :CM

(અહેવાલ: મયંક દેવમુરારી)

મોરબી શહેરના મુખ્ય માર્ગો પર ખાખી વર્દીમાં આપે ગરીબ અને ભિક્ષુક વ્યક્તિઓને ગરમ ધાબળા ઓઢાડવાના સેવાકાર્ય થકી માનવતાની મહેક પ્રસરાવી છે, એ જાણકારીથી રાજ્ય ના સીએમ પ્રસન્ન થયા

પ્રત્યેક વ્યક્તિની અંદર માનવતાનો અંશ પડેલો છે. જિંદગીની ઘટમાળમાં ક્યારેક આ અંશને આપણે વિસરાવી દઈએ છીએ. ‘સ્વ’ને સ્થાને સમષ્ટિના કેન્દ્રવર્તી વિચાર સાથે જીવવાનું ચિંતન આપણી સંસ્કૃતિમાં સમાવિષ્ટ છે. આપણા સહુની અંદર રહેલ જીવન ચૈતન્ય આપણને એક-મેક સાથે જોડે છે, અદ્વૈતની અનુભૂતિ કરાવે છે. આને કારણે જ સર્વે મત્તુ નિઃ। અને વસુધૈવ કુટુમ્બમની મંગળકારી વિચારધારા આપણી આધ્યાત્મિક ચેતનાનું અભિન્ન અંગ છે. આ સંવેદનશીલતા આપણને અન્યના દુઃખમાં દુઃખી કરે છે અને સહાય કરવા પ્રેરે છે. સેવા પરમો ધર્મ: । ની સંકલ્પના આપણને સ્વાર્થથી પરમાર્થ તરફ દોરી જાય છે. જે પરમાર્થની ભાવના જ સંગઠિત, સુખી અને સુરક્ષિત સમાજનો આધાર બને છે.

આ પરિપ્રેક્ષ્યમાં મોરબી તાલુકા મથકના પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અરુણ કુમાર મિશ્રા એ શહેરના મુખ્ય માર્ગો પર અડધી રાત્રે દુકાનના ઓટલા પર સૂતેલા ગરીબ, અનાથ, ભિક્ષુકોને ગરમ ધાબળા, સાલ ઓઢાડીને શિયાળાની ઠંડીમાં માનવતાપૂર્ણ કરી રહ્યા છો એ ખરેખર સરાહનીય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના મનની સુખાકારી માટે કરવામાં આવતા કાર્યને સ્વાન્તઃ સુદ્ધાય નામ આપ્યું હતું. જે કાર્ય ફક્ત પોતાના મનને આનંદ અને શાંતિ મળે તે માટે કરવામાં આવે છે. આપની ફરજ પાલન સાથે સાથે આપ પણ સ્વન્તઃ સુહાયની આદરણીય વડાપ્રધાનની સંકલ્પનાને ચરિતાર્થ કરી રહ્યા છો અને શિયાળાની ઠંડી સામે રક્ષણ મેળવવામાં અનેક ગરીબ લોકોના સહાયક બની રહ્યા છો, એ બિરદાવવાલાયક છે. સામાન્યતઃ લોકોના મનમાં પોલીસનો ભય હોય છે, ડરની છબિ હોય છે. પરંતુ આપની આ કામગીરી પોલીસ અને લોકોને નજીક લાવી પોલીસ અને લોકો વચ્ચે મિત્રતાનું વાતાવરણ ઊભું કરવામાં સહાયક બની રહી છે તે પ્રશંસનીય છે.

આ જ પ્રકારે કર્મનિષ્ઠાની સાથે ફરજ બજાવવાની સાથે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા પોલીસની લોકોમાં અસરકારાત્મક છબિ ઊભી કરવામાં આપનું યોગદાન આપી આત્મ સંતુષ્ટિ પ્રાપ્ત કરતા રહો એવી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શુભકામનાઓ પાઠવી હતી

Advertisement
Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW