મોરબી: યુગપુરુષ, ભારત રત્ન, ભારતીય સંવિધાન નિર્માતા ડો.બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે મોરબીમાં બિલિવ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય ભીમ ભજનનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં આગામી તારીખ 14 એપ્રિલને સોમવારના રોજ રાત્રે 9:30 કલાકે મોરબીના સામાકાંઠે સો-ઓરડી, ભઠ્ઠાવાળી લાઈન ખાતે ભવ્ય ભીમ ભજન યોજાશે. જેમાં ભજન કલાકાર પીયુષ વાઘેલા એન્ડ ગ્રુપ ઉપસ્થિત રહેશે.
બિલિવ ફાઉન્ડેશન-મોરબી દ્વારા સમાજમાં શૈક્ષણીક જાગૃતિ માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં વિચારો તેમના મિશનને આગળ વધારવા માટે અને તેમનાં જીવનકાર્યને યાદ કરી ભવ્ય ભીમ ભજનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેથી આ ભીમ ભજનના આયોજનમાં પધારવા બિલિવ ફાઉન્ડેશન દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.