આમ આદમી પાર્ટી ગુજરાતના મિશન 2027 અંતર્ગત પ્રદેશમાં પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મોરબી જિલ્લા ના ત્રણ વિધાનસભાના પ્રભારી તથા સહ પ્રભારી ની નીમણુંક કરવામાં આવી જેમાં ટંકારા વિધાનસભા ના પ્રભારી તરીકે પંકજભાઈ રાણસરીયા ની નીમણુંક કરવામાં આવી છે. ગત ચૂંટણીમાં પંકજભાઈ રાણસરીયા મોરબી માળિયા વિધાનસભા લડ્યા હતા. પંકજભાઈ રાણસરીયા ને પાર્ટી દ્વારા ટંકારા વિધાનસભા મજબુત બને એ માટે વિધાનસભા પ્રભારી ની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે વાંકાનેર વિધાનસભાના પ્રભારી પંકજભાઈ આદ્રોજા ની નીમણુંક કરવામાં આવી છે. પંકજભાઈ આદ્રોજા મોરબી જિલ્લા મહામંત્રી તરીકે જવાબદારી નીભાવે છે અને સંગઠન નો બહોળો અનુભવ ધરાવે છે માટે વાંકાનેર વિધાનસભા ના સંગઠન મજબુત બને એ માટે પ્રદેશ ટીમ દ્વારા વાંકાનેર વિધાનસભા ની જવાબદારી સોંપવામાં આવી છે. મોરબી માળિયા વિધાનસભા ના પ્રભારી તરીકે મહાદેવભાઈ પટેલ ની નીમણુંક કરવામાં આવી છે. મહાદેવભાઈ પટેલ વર્ષો થી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે અને અત્યારે મોરબી જિલ્લા પ્રમુખ છે. જેથી તમામ કાર્યકરો સાથે સંકલનમાં જોડાયેલા છે માટે પ્રદેશ ટીમ દ્વારા મોરબી વિધાનસભા ની જવાબદારી સોંપવામાં આવી છે. સાથે સાથે વાંકાનેર વિધાનસભા સહ પ્રભારી તરીકે અર્જુનસિંહ વાળા અને ઉસ્માન ગનીભાઇ બાદી ની નિયુક્તિ કરવામાં આવી છે..