વિશ્વ વિભૂતિ અને ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકર ની ૧૩૪મી જન્મ જયંતિ નિમિતે ડો.બાબા સાહેબ આંબેડકર ભવન સેવા સમિતિ – ટંકારા અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – મોરબી દ્વારા ફ્રી નિદાન કેમ્પનું ડો.બાબા સાહેબ આંબેડકર હોલ, લતીપર રોડ, સર્કિટ હાઉસ સામે, ટંકારા ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં 145 જેટલા દર્દીઓ એ લાભ લીધો હતો. આ નિદાન કેમ્પમાં દર્દીઓની તપાસ સાથે સુગર લેવલ, બ્લડ પ્રેશર, તેમજ લોહીના ગ્રુપની તપાસ ફ્રી માં કરી આપવામાં આવેલ. આ નિદાન કેમ્પમાં રાજકોટની ગોકુલ હોસ્પિટલ ની તબીબ ટીમ હાજર રહેલ મોરબીની ડો.પટેલ લેબોરેટરી દ્વારા 125 થી વધુ લોકોના બ્લડ ગ્રુપ ફ્રી માં તપાસ કરી આપેલ…